Site icon News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: અનુપમા બાદ હવે ‘ક્યુંકી…’માં તુલસીના મોનોલોગે જીતી લીધા દર્શકોના દિલ, મહિલાઓએ કહ્યું – ‘આ તો દરેક સ્ત્રીની વાત છે’

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: સ્મૃતિ ઈરાની દ્વારા તુલસીના પાત્રમાં બોલાયેલા મજબૂત સંવાદે ઘરના કામ કરતી મહિલાઓના દુઃખને અવાજ આપ્યો છે. દરેક સ્ત્રી આ સંવાદ ને પોતાની સાથે જોડી રહી છે.

Tulsi Monologue in Kyunki Saas Bhi Kabhi Bahu Thi Wins Hearts: “This Is Every Woman’s Story”

Tulsi Monologue in Kyunki Saas Bhi Kabhi Bahu Thi Wins Hearts: “This Is Every Woman’s Story”

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: કયુંકી સાસ ભી કભી બહુ થી ના નવા સીઝનમાં તુલસી ના મોનોલોગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સ્મૃતિ ઈરાની દ્વારા અભિનિત તુલસીના પાત્રે મિહિર સામે જે સંવાદ બોલ્યો, તે દરેક ઘરગથ્થુ સ્ત્રીના દિલને સ્પર્શી ગયો. મિહિરના “મારા પૈસા?” વાક્યના જવાબમાં તુલસીએ કહ્યું, “ઘર આપણું, બાળકો આપણા, પૈસા તમારા?” – આ સંવાદે દર્શકોને વિચારવા મજબૂર કરી દીધા

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19 House Revealed: બિગ બોસ 19 ના ઘર ની અંદર ની તસવીરો આવી સામે, જુઓ કેવું છે સલમાન ખાન ના શો નું ઘર

’38 વર્ષથી ઘર ચલાવું છું, પગાર તો શું, રજા પણ નથી મળતી’

તુલસીએ મિહિરને કહ્યું, “38 વર્ષથી તમારું ઘર ચલાવું છું, પગાર આપો છો? પગાર તો શું, રજા પણ નથી મળતી. તમે રજા લો છો, બાળકો રજા લે છે, ઘરના નોકર પણ રજા લે છે… પણ મેં ક્યારેય રજા લીધી?” આ સંવાદે ઘરના કામ કરતી મહિલાઓના અવાજને મજબૂતી આપી છે. તુલસીએ કહ્યું કે, “મને મારા એકાઉન્ટ નંબર પણ ખબર નથી, હું તો ફક્ત સાઇન કરું છું જ્યારે તમે કહો”


મોનોલોગના અંતે તુલસીએ કહ્યું, “જીવનભર સ્ત્રીને ફક્ત સ્ત્રીધર્મ શીખવાય છે, સ્ત્રીધન ની તો ક્યારેય વાત નથી થતી. તો માનો કે આ 10 લાખ રૂપિયા મારા સ્ત્રીધન હતા.” આ સંવાદે દર્શકોને ગહન વિચાર કરવા મજબૂર કર્યા છે કે કેવી રીતે ઘરના કામને ક્યારેય માન્યતા મળતી નથી. દર્શકો અને યુઝર્સે તુલસીના મોનોલોગને “ફેમિનિઝમ નો શાંતિભર્યો અવાજ” ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું, “તુલસીએ જે વાત શાંતિથી કહી, હું હોત તો ચીસો પાડી દેત!” બીજાએ લખ્યું, “આ સંવાદ ઘણા ઘરોમાં પરિવર્તન લાવશે.” આ અગાઉ અનુપમા ના ‘તુમ્હે ક્યા’ સંવાદ લોકપ્રિય થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version