News Continuous Bureau | Mumbai
ટીવી એક્ટ્રેસ ( actress ) તુનિષા શર્મા ( tunisha ) ની આત્મહત્યા એ બધા ને મોટો આંચકો ( big disclosure ) આપ્યો છે. તુનિષા એ ‘અલીબાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર ફાંસી લગાવી લીધી હતી. આ દરમિયાન તુનિષા શર્મા ની માતા એ એક મોટો ખુલાસો કર્યો છે. તુનિષા શર્મા ની માતા એ હાલમાં જ કહ્યું છે કે આ હત્યા હોઈ શકે છે. હું આ એટલા માટે કહી રહી છું કારણ કે શીજાન તેને દૂરની હોસ્પિટલમાં લઈ ગયો હતો જયારે કે સેટથી 5 મિનિટ દૂર પર એક હોસ્પિટલ હતી. તે તેણીને નજીકની હોસ્પિટલમાં કેમ ન લઈ ગયો? તે શ્વાસ લઈ રહી હતી અને તેને બચાવી શકી હોત.”
આ અગાઉ પણ તુનિષા શર્મા ની માતા એ લગાવ્યો હતો શીજાન પર આરોપ
અગાઉ મીડિયા સાથે વાત કરતાં તુનિષા ની માતાએ કહ્યું હતું કે મારી દીકરીને કોઈ રોગ નથી, તેને માત્ર OCD (ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર)ની સમસ્યા હતી. શીજાન પણ તુનિષા ને ઈસ્લામ સ્વીકારવાનું કહેતો હતો. તુનિષા એ શીજાન ની માતાને અમ્મી અને બહેન અપ્પી કહીને બોલાવવાનું શરૂ કરી દીધું હતું. તુનીષાની માતાએ કહ્યું કે હું શીજાન સાથે વાત કરવા આગલી રાત્રે સેટ પર ગઈ હતી, તેણે કહ્યું કે તારે જે કરવું હોય તે કર. મારી પુત્રી ખુશ હતી અને અસ્વસ્થ નહોતી. તે 2 દિવસની રજા લઈને ક્રિસમસની ઉજવણી કરવા ચંદીગઢ જવાની હતી. પોલીસ અધિકારી પ્રશાંત નો ફોન આવ્યો કે તુનિષા દરવાજો નથી ખોલી રહી, અમે હોસ્પિટલમાં છીએ, પછી અમે ગયા. તુનિષા શર્મા ની માતા વનિતા શર્માએ પણ વીડિયો શેર કરીને ન્યાયની વિનંતી કરી હતી. આ વીડિયોમાં વનિતા શર્મા કહી રહી હતી કે શીજાને લગ્નના બહાને સંબંધ બાંધ્યો હતો, જ્યારે તે પહેલાથી જ ઘણી યુવતીઓ ના સંપર્કમાં હતો. શીજાને 3-4 મહિના સુધી તુનિષા નો ઉપયોગ કર્યો અને અચાનક તેની સાથે સંબંધ તોડી નાખ્યો. વનિતા શર્માએ કહ્યું હતું કે શીજાન ને સખત સજા થવી જોઈએ. મારું બાળક ગયું છે.
TV actor Tunisha Sharma death case | It could be a suicide or a murder. I say this because Sheezan took her to a hospital far away. There were hospitals 5 minutes from the set. Why not take her to a closer one? She was breathing&could’ve been saved: Tunisha’s mother Vanita Sharma pic.twitter.com/SU2aAgOZsE
— ANI (@ANI) January 8, 2023
આ સમાચાર પણ વાંચો: ટ્વીટર પર અમિતાભ બચ્ચનથી થઈ ભૂલ, જાણો એવું તે શું લખ્યું હતું પોસ્ટ માં કે,માફી માંગ્યા પછી પણ બન્યા ટ્રોલ્સ નો શિકાર
તુનિષા એ ટીવી શો ‘ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ’, ‘ફિતૂર’ અને ‘બાર બાર દેખો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. મૃત્યુ સમયે તુનિષા સીરિયલ ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’નું શૂટિંગ કરી રહી હતી.