News Continuous Bureau | Mumbai
Tunisha sharma suicide case: સોની સબ પર પ્રસારિત થતી સીરિયલ ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ની લીડ એક્ટ્રેસ તુનીષા શર્મા એ સેટ પર આત્મહત્યા કરી હતી તુનિષા આત્મહત્યા કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ શીઝાન ખાને કોર્ટમાં આ કેસ ને રદ કરવા અરજી કરી હતી. હવે કોર્ટે શીઝાનની અરજી ફગાવી દીધી છે. જેમાં તેણે તેની સામે નોંધાયેલી FIR રદ કરવાની વાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Orry manish malhotra party: પાપારાઝી સામે અજીબોગરીબ હરકત કરતો જોવા મળ્યો ઓરી,મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માંથી ઓરહાન અવતારમણિ નો અનસીન વિડીયો થયો વાયરલ
શીઝાન ખાન સામે નોંધાઈ હતી એફઆઈઆર
તુનિષા શર્માની આત્મહત્યા બાદ તેની માતાએ શીઝાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તુનિષા ની માતા એ અભિનેતા વિરુદ્ધ FIR નોંધાવી હતી. જે બાદ શીઝાનને 70 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. હાલમાં અભિનેતા જામીન પર બહાર છે. શીઝાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવા અરજી કરી હતી, પરંતુ કોર્ટનો નિર્ણય તેની તરફેણમાં આવ્યો ન હતો. હાઈકોર્ટે શીઝાનની આ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
