તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં નવું નામ આવ્યું સામે, મૃત્યુના 15 મિનિટ પહેલા આ વ્યક્તિ ને કર્યો હતો વીડિયો કોલ

તુનિષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શીજાન ખાનના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે શીજાન સાથેના બ્રેકઅપ બાદ તુનીષાએ અલી નામના છોકરા સાથે મિત્રતા કરી હતી અને તેની સાથે ડેટ પર પણ ગઈ હતી.

by Dr. Mayur Parikh
tunisha sharma news the name of another boyfriend of tunisha sharma has come out

News Continuous Bureau | Mumbai

તુનિષા શર્મા ( tunisha sharma ) આત્મહત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. તુનિષા ના મામલા એ સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. અભિનેત્રીએ 24 ડિસેમ્બરે શો ના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં આ મામલે એક નવા પાત્રની એન્ટ્રી થઈ છે. શીજાન ના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, શીજાન સાથે બ્રેકઅપ થયા બાદ તુનિષા અલી નામના વ્યક્તિ સાથે વાત કરતી હતી. તુનિષા અલીને ટિન્ડર પર મળી હતી. આત્મહત્યા કરતા પહેલા તુનિષા એ અલી સાથે 15 મિનિટ સુધી વીડિયો કોલ પર વાત પણ કરી હતી.તુનિષાની માતા વિનિતા શર્મા એ કો-સ્ટાર અને પૂર્વ બોયફ્રેન્ડ ( boyfriend  ) શીજાન ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે અને તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જે બાદ શીજાન 13 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં છે. વસઈ કોર્ટે શીજાન ખાનની જામીન અરજી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખી હતી. તુનીશાના વકીલ તરુણ શર્માએ અરજીને આગળ વધારવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ થશે.

 ટિન્ડર એપ દ્વારા થઇ હતી ઓળખાણ

આ મામલે શીજાન કોર્ટની સુનાવણી દરમિયાન ઘણા નવા રહસ્યો સામે આવ્યા છે. સુનાવણી દરમિયાન શીજાન ના વકીલે જણાવ્યું કે બ્રેકઅપ બાદ તુનિષા ખૂબ જ પરેશાન હતી અને તેણે પોતાના ફોનમાં ટિન્ડર ડાઉનલોડ કર્યું હતું. તે અલી ને ટીન્ડર દ્વારા મળી હતી. આ સાથે તુનિષા પણ અલી સાથે ડેટ પર ગઈ હતી અને તેણે તેના મૃત્યુના 15 મિનિટ પહેલા આ વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. વકીલે વધુમાં જણાવ્યું કે તુનિષા અલી સાથે વાત કરતી હતી. તેની માતા વિનિતા શર્માને પણ આ વાતની જાણ હતી, કારણ કે તુનિષા એ તેના મૃત્યુના એક દિવસ પહેલા અલીના ફોનથી તેની માતાને ફોન કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષા કેટલીક ખતરનાક દવાઓ પણ લેતી હતી, જે ડૉક્ટરની સલાહ વિના લેવી હાનિકારક છે.

આ સમાચાર પણ વાંચો:  ‘બિગ બોસ મરાઠી’ માંથી બહાર આવ્યા બાદ રાખી સાવંતને લાગ્યો ઝટકો! હોસ્પિટલ નો એક હૃદયસ્પર્શી વીડિયો કર્યો શેર

 મિત્ર ને બતાવી હતી ફાંસીના ફંદા ની તસવીર

તુનિષા ની માતા એ શીજાન પર તુનીષાનો ધર્મ બદલવા અને ઉર્દૂ શીખવા નો આરોપ લગાવ્યો હતો, પરંતુ શીજાન ના વકીલે કોર્ટમાં આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. શીજાન અને તેની બહેન પોતે ઉર્દૂ જાણતા ન હતા અને તેઓએ ક્યારેય તુનિષા પર ઉર્દૂ શીખવા માટે દબાણ કર્યું ન હતું, એમ તેમણે જણાવ્યું હતું. તુનિષા ની હિજાબ તસવીર સાથે શીજાન ને કોઈ લેવાદેવા નથી.શીજાન ના વકીલે વધુમાં કહ્યું કે અલીબાબાના કો-સ્ટાર પાર્થ જોશી અને સિદ્ધાંત 23 ડિસેમ્બર ની સાંજે સીટ પર બેઠા હતા. તે દરમિયાન તુનિષાએ તેના કો-સ્ટાર પાર્થ જોશીને તેના મોબાઈલ ફોનમાં ફંદાની તસવીર બતાવી હતી. પાર્થ આ બધું જોઈને નારાજ થઈ ગયો અને તેણે શીજાન ને આ વિશે જાણ કરી. જે બાદ શીજાને તુનીષાની માતાને ફોન કરીને તમામ વાત જણાવી અને તેને તેની સાથે સમય વિતાવવા અને તેનું ધ્યાન રાખવાનું કહ્યું.

Join Our WhatsApp Community

You may also like