News Continuous Bureau | Mumbai
Bhupinder singh: ટીવી ઇન્ડસ્ટ્રી માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવી સિરિયલ ‘યે પ્યાર ના હોગા કમ’ માં ગૌરવ ખન્ના ના પિતા ની ભૂમિકા માં જોવા મળેલ અભિનેતા ભુપેન્દ્ર સિંહ પર હત્યા નો આરોપ લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદ એક ઝાડને કારણે શરૂ થયો હતો, જેના કારણે અભિનેતાએ વ્યક્તિને ગોળી મારી દીધી હતી. હાલમાં પોલીસે આ કેસમાં અભિનેતાની ધરપકડ પણ કરી લીધી છે.
ભુપેન્દ્ર સિંહે કરી હત્યા
મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂપેન્દ્રસિંહ કુઆનખેડા ખદરી ગામમાં ફાર્મહાઉસમાં ગયો હતો. ગુરદીપ સિંહ તેનો પાડોશી છે. જમીનની સીમા પર કેટલાક વૃક્ષો છે અને તે કોનો હિસ્સો છે તે અંગે વિવાદ થયો હતો.મામલો તે હદ સુધી વધી ગયો કે ભુપેન્દ્ર એ તેની લાયસન્સવાળી બંદૂકમાંથી ગોળી ચલાવી અને ગોળી લાગવાને કારણે ગુરદીપનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો તેમજ ગુરદીપ, તેની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ગુરદીપ ના પુત્ર એ જીવ ગુમાવ્યા બાદ તેના સંબંધીએ ભૂપેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધાયા બાદ પોલીસે ભૂપેન્દ્રને કસ્ટડીમાં લીધો હતો. આ કેસમાં તેના સિવાય બે અન્ય લોકોની શોધ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Dinesh Phadnis : ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ.. CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન, આ ગંભીર બીમારી સામે હારી ગયા જિંદગી ની જંગ..
તમને જણાવી દઈએ કે, ભુપેદ્ર સિંહે સિરિયલ યે પ્યાર ના હોગા કમ માં અનુપમા ફેમ ગૌરવ ખન્ના ના પિતાની ભૂમિકા ભજવી હતી આ ઉપરાંત ભુપેન્દ્ર એ મધુબાલાઃ ‘એક ઈશ્ક એક જુનૂન’, ‘કાલા ટીકા’, ‘એક હસીના’ અને ‘કાર્તિક પૂર્ણિમા’ જેવા ઘણા પ્રખ્યાત ટીવી શોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.