Site icon

આ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે ભાભી જી ઘર પર હૈ નો અભિનેતા, આર્થિક તંગીને કારણે ડોક્ટર ને ચુકાવવા ના પણ નથી પૈસા

ટીવી એક્ટરનું કહેવું છે કે તેની હાલત એવી થઈ ગઈ છે કે તે ડોક્ટર પાસે પણ ચેકઅપ માટે જઈ શકતો નથી. તેની પાસે ન તો સારવાર માટે પૈસા છે અને ન તો તે કામ કરવાની સ્થિતિમાં છે.

tv actor ishwar thakur facing financial issues and battling kidney disease

આ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે ભાભી જી ઘર પર હૈ નો અભિનેતા, આર્થિક તંગીને કારણે ડોક્ટર ને ચુકાવવા ના પણ નથી પૈસા

 News Continuous Bureau | Mumbai

‘ભાભી જી ઘર પર હૈં’ ફેમ એક્ટર ઈશ્વર ઠાકુરની ( tv actor ishwar thakur )  આર્થિક સ્થિતિ આ દિવસોમાં ઘણી ખરાબ છે. કોરોના કાળથી તેને કોઈ કામ નથી મળી રહ્યું. તે બે વર્ષથી ઘરે બેઠો છે. તેમની તબિયત પણ સારી નથી. ઘરે બેસીને તબિયત સારી ન હોવાને કારણે તેની આર્થિક સ્થિતિ ( financial issues ) દિવસેને દિવસે કથળી ( kidney disease )  રહી છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આજકાલ તેની હાલત એવી થઈ ગઈ છે કે તેની પાસે સારા ડૉક્ટરને બતાવવાના પણ પૈસા નથી.

Join Our WhatsApp Community

અભિનેતા આ બીમારી થી ઝઝૂમી રહ્યો છે

એક ટીવી ચેનલ ને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશ્વર ઠાકુરે પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તેની આર્થિક સ્થિતિ સારી નથી. અભિનેતાએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી હું કિડની સંબંધિત સમસ્યાઓથી પરેશાન છું. મારો પગ પણ ખૂબ સૂજી ગયો છે. આ કારણે મારુ પેશાબ પર નિયંત્રણ રહેતું નથી. આ સમસ્યાના શરૂઆતના દિવસોમાં હું ડાયપરનો ઉપયોગ કરતો હતો. પરંતુ હવે મારી પાસે ડાયપર ખરીદવા માટે પૂરતા પૈસા નથી. હાલમાં હું કાગળ અને નકામા અખબારોથી મારુ કામ ચલાવું છું.ઈશ્વર ઠાકુરે વધુમાં કહ્યું કે હું કોઈ સારા ડૉક્ટર પાસે સારવાર માટે પણ જઈ શકતો નથી. અગાઉ, હું આયુર્વેદિક દવાની મદદથી મારું કામ ચલાવતો હતો, પરંતુ હવે તે પણ બંધ થઈ ગયું છે, કારણ કે મારી પાસે સારવાર માટે પૈસા નથી. પોતાના ઘરની સ્થિતિ વિશે જણાવતા અભિનેતાએ કહ્યું કે મારા ઘરે માતા અને ભાઈ ઘણી મુશ્કેલીમાં છે. આ પરેશાનીઓ વચ્ચે હું મારા વિશે વિચારી પણ શકતો નથી.

આ સમાચાર પણ વાંચો: Bollywood Remake: આમિર-અક્ષય-સલમાન ફ્લોપ, પણ રિમેકનો સિલસિલો ચાલુ જ છે, 2023માં છે તેનો નંબર..

માતા અને ભાઈ પણ બીમાર રહે છે

પોતાની વાતને આગળ વધારતા અભિનેતાએ કહ્યું કે મારો ભાઈ સ્કિઝોફ્રેનિયા થી પીડિત છે. અગાઉ અમે તેની સારવાર સરકારી હોસ્પિટલમાં કરાવી રહ્યા હતા. પરંતુ જ્યારે તબીબો અને હોસ્પિટલે હાથ ઉંચા કરી દીધા હતા. તેથી હવે તેને નાસિક તરફના આશ્રમમાં દાખલ કરવામાં આવ્યો છે. આશ્રમના લોકો ત્રણ હજાર રૂપિયા લે છે પણ હું તે પણ ચૂકવવા સક્ષમ નથી. મારી માતા છેલ્લા લોકડાઉનથી પથારીવશ છે. તે હોશમાં પણ નથી આવતી , તે તેના કપડામાં પેશાબ કરે છે. તેને બે વર્ષ સુધી ડાયપર પર પણ રાખવામાં આવી હતી. પરંતુ હવે હું તેમના માટે કંઈ કરી શકતો નથી. જણાવી દઈએ કે અભિનેતાએ ‘FIR’, ‘મે આઈ કમ ઈન મેડમ’, ‘જીજા જી છત પર હૈ’ જેવા શોમાં કામ કર્યું છે.

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version