News Continuous Bureau | Mumbai
Hina khan: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી દરેક ઘરમાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી હિના ખાન ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હિના ખાન હાલ હોસ્પિટલ માં એડમિટ છે. હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી દ્વારા આ વાત ની માહિતી આપી છે. હિના ની પોસ્ટ બાદ ચાહકો તેની તબિયત ને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
હિના ખાન એ શેર કરી પોસ્ટ
હિના ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેના ચાહકો સાથે એક તસવીર શેર કરી છે જેમાં થર્મોમીટર સાથે તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા લખ્યું છે, ‘છેલ્લી ત્રણ-ચાર રાત મારા માટે ખૂબ જ મુશ્કેલ રહી છે. મને ખૂબ જ તાવ આવે છે અને મારું તાપમાન હંમેશા 102-103 ની આસપાસ રહે છે. જેઓ મારા વિશે ચિંતિત છે તેમને હું કહેવા માંગુ છું કે, મારા વિશે ચિંતા ન કરો. હું જલ્દી સ્વસ્થ થઈશ અને તમારા બધા પાસે પાછી આવીશ. મને આમ જ પ્રેમ કરતા રહો.’ હિના ખાને તેની ઈન્સ્ટા સ્ટોરીમાંથી વધુ એક ફોટો શેર કર્યો છે જેમાં તે હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે. ફોટોની સાથે તેણે લખ્યું છે ‘લાઇફ અપડેટ. ડે 4’.
તમને જણાવી દઈએ કે, હિના ખાન ને તેની અસલી ઓળખ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરા નું પાત્ર ભજવી ને મળી હતી.હિના ખાન ફિલ્મો અને સિરિયલો સિવાય ઘણા હિટ મ્યુઝિક વીડિયોનો ભાગ રહી ચુકી છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા લોખંડે એ નેશનલ ટીવી ખોલી વિકી જૈન ની પોલ, ઈશારા માં કહી આવી વાત