Surbhi chandna: ટીવી ની નાગિન એટલેકે સુરભી ચંદના બંધાશે લગ્નના બંધનમાં, જાણો અભિનેત્રી ક્યારે અને કોની સાથે લેશે સાત ફેરા

Surbhi chandna:ટીવી ની નાગિન અને સીરીયલ ઇશ્કબાઝ ફેમ અભિનેત્રી સુરભી ચંદના તેના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કરવા જઈ રહી છે.

by Zalak Parikh
tv actress surbhi chandna get married longtime boyfriend karan sharma

News Continuous Bureau | Mumbai

Surbhi chandna: મનોરંજન જગત માં લગ્ન ની સીઝન ચાલુ થઇ ગઈ છે. નવા વર્ષના પહેલા દિવસે અભિનેત્રી રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ના લગ્ન ના સમાચાર સામે આવ્યા હતા. હવે ટીવી અભિનેત્રી સુરભી ચંદના ના લગ્ન ના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સુરભી તેના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. 

 

 સુરભી ચંદાના ના લગ્ન 

અભિનેત્રી ના નજીક ના સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘સુરભી બહુ જલ્દી લગ્ન માં બંધનમાં બંધાશે. સુરભી હાલમાં તેના લગ્નના આયોજનમાં વ્યસ્ત છે અને તે ટૂંક સમયમાં તેના લગ્નની તારીખ નક્કી કરશે. તેઓ કદાચ માર્ચ 2024 માં લગ્ન કરવા માટે છેલ્લા અઠવાડિયાથી આયોજન કરી રહ્યા હતા. તેઓ ટૂંક સમયમાં તેમના પરિવારો સાથે તારીખ નક્કી કરશે.’

 

View this post on Instagram

 

A post shared by KARAN R SHARMA (@karanrsharma09)


તમને જણાવી દઈએ કે સુરભી એ પોતાના કરિયર ની શરૂઆત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી કરી હતી પરંતુ તેની અસલ ઓળખ સીરીયલ ઇશ્કબાઝ થી મળી હતી. બીજી તરફ તેના બોય ફ્રેન્ડ કરણ શર્મા એક બિઝનેસમેન છે. સુરભી ચંદના અને કરણ 13 વર્ષથી રિલેશનશિપમાં છે.

આ સમાચાર પણ વાંચો : Sidharth malhotra and kiara advani: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ લગ્ન બાદ આ રીતે સેલિબ્રેટ કર્યું તેમનું પહેલું ન્યુયર, તસવીર થઇ વાયરલ

 

 

Join Our WhatsApp Community

You may also like