News Continuous Bureau | Mumbai
નાના પડદાની દુનિયામાં, મોટાભાગના ફેમિલી શો (family show) બતાવવામાં આવે છે કારણ કે અહીંના તમામ દર્શકો પરિવાર સહિત શો જુએ છે. આ કારણે ટીવી અભિનેત્રીઓ (TV actresses) મોટાભાગે સંસ્કારી પુત્રવધૂની ઈમેજમાં જોવા મળે છે. જોકે ઘણી વખત સ્ટોરીની ડિમાન્ડને કારણે નાના પડદાની આ અભિનેત્રીઓ બોલ્ડ સીન (bold scene) આપતાં ખચકાતી નથી અને નિર્માતા નિર્દેશક પણ સિરિયલમાં બોલ્ડ સીન આપતાં ખચકાતા નથી. તો ચાલો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે જેમણે સિરિયલોમાં બોલ્ડ સીન્સ આપ્યા.
શિવાંગી જોશી (Shivangi Joshi)
ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં (Yeh Rishta Kya Kehlata Hai) શિવાંગી જોશી (Shivangi Joshi) અને મોહસીન ખાન (Mohsin Khan) વચ્ચે ઘણા રોમેન્ટિક સીન્સ (Romantic scenes) ફિલ્માવવામાં આવ્યા હતા. આ દ્રશ્યો નાયરા એટલે કે શિવાંગી અને કાર્તિક એટલે કે મોહસીનના લગ્ન પછી બતાવવામાં આવ્યા હતા. આ સીન્સને કારણે આ શો ઘણો ચર્ચામાં રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે આ ફાયદાઓ, જાણી લો તમે પણ….
સાક્ષી તંવર (Sakshi Tanwar)
અભિનેત્રી સાક્ષી તંવરે સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’ (Bade acche lagte hai) થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી અને આ સીરિયલમાં પણ તે બોલ્ડ સીન્સને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. સાક્ષી તંવરે (Sakshi Tanwar) ‘બડે અચ્છે લગતે હૈં’માં રામ કપૂર (Ram Kapoor) સાથે ઈન્ટીમેટ સીન (Intimate scene) આપ્યા હતા.
નિયા શર્મા (Nia Sharma)
અભિનેત્રી નિયા શર્માએ સિરિયલ ‘એક હજારોં મેં મેરી બેહના હૈ’ (Ek hazaro main meri behna hai’) થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે પછી તે ‘જમાઈ રાજા’ (Jamai raja) માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. નિયાએ(Nia Sharma) આ સીરિયલમાં રવિ દુબે (Ravi Dubey) સાથે લવ મેકિંગ સીન્સ આપ્યા હતા. એક્ટ્રેસ રિયલ લાઈફમાં પણ પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે.
બરખા બિષ્ટ (Barkha Bisht)
‘નામકરણ’ (Namkaran) શોએ બોલ્ડ સીનને(bold scene) કારણે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ સીરિયલમાં અભિનેત્રી બરખા બિષ્ટ (Barkha Bisht) જોવા મળી હતી. જેણે ઘણા રોમેન્ટિક સીન્સ આપ્યા હતા.