TV TRP Week 12: ટીઆરપી લિસ્ટમાં ‘ભૂકંપ’: વર્ષોથી નંબર ૧ રહેલી ‘અનુપમા’ની બાદશાહત ખતમ, જાણો કયા શોએ છીનવી લીધો તાજ!

TV TRP Week 12: બાર્ક ઈન્ડિયાએ જાહેર કર્યું ૨૦૨૬ના ૧૨માં અઠવાડિયાનું લિસ્ટ; 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨' એ મચાવી ધૂમ

by Zalak Parikh
TV TRP Week 12: 'Anupamaa' Slips as 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2' Grabs Top Spot

News Continuous Bureau | Mumbai

TV TRP Week 12: ટીવી રસિકો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે બાર્ક ઈન્ડિયાની વર્ષ ૨૦૨૬ના ૧૨માં સપ્તાહની ટીઆરપી લિસ્ટ જાહેર થઈ ગઈ છે. આ અઠવાડિયાના રિપોર્ટમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. લાંબા સમય સુધી ટોચ પર રહેલી સીરિયલ ‘અનુપમા’ આ વખતે પછડાઈ છે, જ્યારે જૂની જાણીતી સીરિયલની સિક્વલ ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨’ એ પ્રથમ સ્થાન મેળવીને સૌને ચોંકાવી દીધા છે.

આ સમાચાર પણ વાંચો : Alka Yagnik Health Update: અલકા યાજ્ઞિકના અવાજને કોની લાગી નજર? 2 વર્ષથી સંગીત દુનિયાથી દૂર, ગંભીર બીમારીનો થયો ખુલાસો

 

સ્મૃતિ ઈરાની સ્ટારર ‘ક્યોંકી ૨’ એ મેળવી ૨.૦ રેટિંગ

ટીઆરપી લિસ્ટમાં આ અઠવાડિયે ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨’ એ ૨.૦ રેટિંગ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. સ્મૃતિ ઈરાની સ્ટારર આ શોને પ્રેક્ષકોનો અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. બીજા નંબરે ૧.૯ રેટિંગ સાથે ‘તુમ સે તુમ તક’ સીરિયલ રહી છે, જેણે આ મહિનાની શરૂઆતમાં જ મજબૂત પકડ જમાવી લીધી છે. આ ઉપરાંત, એકતા કપૂરની જ બીજી સીરિયલ ‘ક્યોંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’ ૧.૮ રેટિંગ સાથે ત્રીજા સ્થાને રહી છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


રૂપાલી ગાંગુલીની લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’ માટે આ અઠવાડિયું નિરાશાજનક રહ્યું છે. આ શો સીધો ચોથા નંબર પર સરકી ગયો છે અને તેને ૧.૮ રેટિંગ મળ્યા છે. પાંચમા સ્થાને ૧.૮ રેટિંગ સાથે ‘ગંગા માઈ કી બેટિયાં’ રહી છે. બીજી તરફ, એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન ૭’ એ પણ ૧.૬ રેટિંગ સાથે ટોપ ૧૦ લિસ્ટમાં આઠમું સ્થાન મેળવ્યું છે. ટીવીના સૌથી જૂના અને લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ વખતે લિસ્ટમાં છેક નીચે જોવા મળ્યા છે. ૧.૫ રેટિંગ સાથે ‘યે રિશ્તા…’ ૯માં નંબરે અને ‘તારક મહેતા…’ ૧૦માં નંબરે રહ્યા છે. આ ઉપરાંત ઝી ટીવીની સીરિયલ ‘વસુધા’ ૧.૭ રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે રહી છે. ટીઆરપી લિસ્ટમાં થયેલા આ ફેરફારો દર્શાવે છે કે પ્રેક્ષકો હવે નવા કન્ટેન્ટ અને નવી વાર્તાઓને વધુ પસંદ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More