TV TRP Week 4:જૂનું તે સોનું! ટીઆરપીમાં ફરી ચાલ્યો ‘તુલસી’નો જાદુ, ‘અનુપમા’ અને ‘નાગિન’ વચ્ચે કાંટાની ટક્કર

TV TRP Week 4:બાર્ક (BARC) દ્વારા લેટેસ્ટ ટીઆરપી લિસ્ટ જાહેર; નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ છતાં 'નાગિન 7' ના રેટિંગમાં ઘટાડો, જાણો ટોપ 10 શોની યાદી.

by Zalak Parikh
TV TRP Week 4: 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi' Claims No. 1 Spot

News Continuous Bureau | Mumbai

TV TRP Week 4:બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) એ 2026 ના ચોથા અઠવાડિયાનું ટીઆરપી રેટિંગ  જાહેર કરી દીધું છે. આ અઠવાડિયાની યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સ્મૃતિ ઈરાનીના આઈકોનિક શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ એ ફરી એકવાર નંબર 1 નું સ્થાન હાંસલ કરીને સૌને ચોંકાવી દીધા છે.ટેલિવિઝન  પ્રેમીઓ દર અઠવાડિયે પોતાના ફેવરિટ શોના રેટિંગની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વખતે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ શો 2.2 રેટિંગ સાથે ટોચ પર રહ્યો છે. જ્યારે લાંબા સમયથી રાજ કરી રહેલ રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ પણ 2.2 રેટિંગ સાથે બીજા ક્રમે રહ્યો છે. જોકે, પોઈન્ટ્સના નજીવા તફાવતને કારણે ‘ક્યોંકિ’ શો નંબર વન બન્યો છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Yami Gautam: રિવિંજ માટે તૈયાર છે યામી! ‘ધુરંધર’ ફિલ્મમાં એન્ટ્રી સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ

‘નાગિન 7’ ના રેટિંગમાં ગાબડું

પ્રિયંકા ચાહર ચૌધરી સ્ટારર ‘નાગિન 7’  જે ગયા અઠવાડિયે નંબર 1 પર હતો, તેના રેટિંગમાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે. આ શો 2.1 રેટિંગ સાથે ત્રીજા સ્થાને સરકી ગયો છે. પ્રેક્ષકોમાં આ શોને લઈને જે ઉત્તેજના હતી તેમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચોથા ક્રમે શરદ કેલકરનો શો ‘તુમ સે તુમ તક’ 1.9 રેટિંગ સાથે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.લોકપ્રિય રિયાલિટી શો ‘લાફ્ટર શેફ 3’ આ અઠવાડિયે પણ ચર્ચામાં રહ્યો છે. સેલેબ્સના આ કુકિંગ અને કોમેડી શોએ 1.9 રેટિંગ સાથે પાંચમો ક્રમ મેળવ્યો છે. ત્યારબાદ ‘વસુધા’ અને ‘ગંગા માઈ કી બેટિયાં’ જેવા સીરિયલ્સ પણ 1.8 રેટિંગ સાથે ટોપ 10 માં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. ‘ઉડને કી આશા’ શો 1.7 રેટિંગ સાથે આઠમા નંબરે રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


વર્ષોથી ચાલી રહેલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોને આ વખતે 1.6 રેટિંગ મળ્યું છે અને તે નવમા સ્થાને છે. જ્યારે કોમેડી કિંગ ગણાતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 1.6 રેટિંગ સાથે માંડ-માંડ ટોપ 10 માં જગ્યા બનાવી શક્યો છે. ચેનલો વચ્ચે હવે નંબર વન બનવા માટે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More