Site icon

સુંદરતામાં પોતાની માસી ટ્વિંકલ ખન્ના ને પણ ટક્કર મારે તેવી છે રિંકી ખન્ના ની દીકરી-તસવીર જોઈ લોકો પૂછી રહ્યા છે આ પ્રશ્ન

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી ટ્વિંકલ ખન્ના(Twinkle Khanna) હવે ફિલ્મોથી દૂર છે, પરંતુ એક સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરતી હતી. તેણે ફિલ્મ 'બરસાત'થી ડેબ્યૂ(Bollywood debut) કર્યું હતું. આ પછી તે અજય દેવગન સાથે 'જાન'માં જોવા મળી હતી. ટ્વિંકલે ફિલ્મફેરનો બેસ્ટ ફીમેલ ડેબ્યુ (female debut award)એવોર્ડ પણ જીત્યો હતો. જ્યારે ટ્વિંકલ ખન્નાએ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી, ત્યારે તેની નાની બહેન રિંકી ખન્ના (Rinki Khanna)બોલિવૂડમાં પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી અને લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થઈ ગઈ. જો કે, તેની પુત્રી તેની સુંદરતાને લઈને પહેલેથી જ ચર્ચામાં છે. એટલું જ નહીં, લોકો તેના બોલિવૂડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

તમને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્ના રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની(Rajesh Khanna and Dimple kapadia) દીકરી છે, જેઓ પોતાના સમયમાં બોલિવૂડના સુપરસ્ટાર (Bollywood superstar)હતા. ટ્વિંકલ ખન્નાની નાની બહેનનું નામ રિંકી ખન્ના છે. કાકાની(Rajesh Khanna) બંને દીકરીઓએ બોલિવૂડમાં કામ કર્યું છે. પરંતુ, કિસ્મત રિંકીને સાથ આપતું ન હતું. તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની બહેનની જેમ ઓળખ મળી શકી નથી. રિંકી લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થઈ ગઈ. હવે તેમના બાળકો મોટા થઈ ગયા છે. આટલું જ નહીં સોશિયલ મીડિયા(social media) પર રિંકીની દીકરીની સુંદરતાની ખૂબ ચર્ચા થઈ રહી છે.તાજેતરમાં જ ટ્વિંકલ ખન્નાએ તેના જન્મદિવસના અવસર પર તેની નાની બહેન રિંકીની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં રિંકી સાથે તેની પુત્રી નાઓમિકા(Naomika) પણ જોવા મળી રહી છે. નાઓમિકાની સુંદરતા અને સ્ટાઇલે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી દરેક તેની સરખામણી નાના રાજેશ ખન્ના અને નાની ડિમ્પલ કાપડિયા સાથે કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ફ્લોપ ફિલ્મ ની હેટ્રિક ફટકાનાર અક્ષય કુમાર ની ડૂબતી કરિયર બચાવશે રાજકુમાર હીરાની- આ પ્રોજેક્ટ માં આવી શકે છે નજર

રિંકીની દીકરી નાઓમિકા ખૂબ જ સુંદર (beautiful)છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી નાઓમિકા ની તસવીરો(Naomika pictures) જોઈને ફેન્સ પૂછી રહ્યા છે કે તે બોલિવૂડમાં ક્યારે એન્ટ્રી કરશે? ટ્વિંકલની બહેન રિંકીની વાત કરીએ તો તે છેલ્લે કરીના કપૂર સાથે ફિલ્મ 'ચમેલી' (2003)માં જોવા મળી હતી. રિંકી ખન્નાએ ડિનો મોરિયા અને સંજય સૂરીની સામે 'પ્યાર મેં કભી કભી' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે 'મુઝે કુછ કહેના હૈ', 'જીસ દેશ મેં ગંગા રહેતા હૈ' અને 'ઝંકાર બીટ્સ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version