Site icon

માતા પામેલાના નિધન પર હસતો જોવા મળ્યો ઉદય ચોપરા, ટ્રોલર્સે લગાવી ક્લાસ

ઉદય ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ક્લિપમાં, માતા પામેલાના મૃત્યુ પછી અભિનેતાને હસતો જોઈને ટ્રોલર્સ ભડકી ગયા છે.

uday chopra trolled for smiling after mother pamela demise

માતા પામેલાના નિધન પર હસતો જોવા મળ્યો ઉદય ચોપરા, ટ્રોલર્સે લગાવી ક્લાસ

News Continuous Bureau | Mumbai

ઉદય ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ક્લિપમાં, માતા પામેલાના મૃત્યુ પછી અભિનેતાને હસતો જોઈને ટ્રોલર્સ ભડકી ગયા છે.

Join Our WhatsApp Community

 

Story – સ્વર્ગસ્થ યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાએ ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. પામેલા હોસ્પિટલમાં 15 દિવસથી ન્યુમોનિયા સામે ઝઝૂમી રહી હતી. તે જ સમયે, તેમના નિધનથી હિન્દી સિને જગત શોક માં છે. સ્ટાર્સ સહિતના ચાહકો પણ પામેલાને પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા. તે જ સમયે, પામેલાની અંતિમ દર્શન સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉદય ચોપરા હસતો જોવા મળી રહ્યો છે, આ જોઈને નેટીઝન્સ ગુસ્સે થઈ ગયા છે અને અભિનેતાની નિંદા કરી રહ્યા છે.

 

માતા ના મૃત્યુ બાદ હસતો જોવા મળ્યો ઉદય ચોપરા 

પામેલા ચોપરાના અંતિમ સંસ્કાર પછી, સ્ટાર્સ શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના આપવા માટે જુહુમાં ચોપરા નિવાસ  પહોંચ્યા હતા. આ દરમિયાન આદિત્ય ચોપરા, ઉદય ચોપરા, રિતિક રોશન, કરણ જોહર અને કેટરિના કૈફ સહિત ઘણા સ્ટાર્સ હાજરી આપતા જોવા મળ્યા હતા. આને લગતો ઉદય ચોપરાનો વીડિયો નેટીઝન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો. અભિનેતાને હસતો જોઈને એક્ટિવ થઈ ગયેલા ટ્રોલ્સે તેની ક્લાસ લગાવી છે.

ટ્રોલર્સે લગાવી ક્લાસ

જુહુના ચોપરા નિવાસ થી વાયરલ થઈ રહેલો ઉદયનો આ વીડિયો હાલ ચર્ચામાં છે. તે જ સમયે, આના પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું છે કે, ‘મેં પ્રથમ વખત પુત્રને આવું વર્તન કરતા જોયો છે.’ બીજાએ લખ્યું, ‘તે અંતિમ સંસ્કાર જેવું ઓછું અને લગ્ન સમારંભ જેવું વધુ લાગે છે.’ બીજાએ લખ્યું, ‘બેશરમ ઉદય ચોપરા. માતાના મૃત્યુ પર હસી રહ્યો છે . એક ટ્રોલ્સે લખ્યું, ‘બોલિવૂડ સ્ટાર્સની અંદરથી લાગણીઓ ખતમ થઈ ગઈ છે.’ તમને જણાવી દઈએ કે, પામેલા ચોપરાના નિધન પર શાહરૂખ ખાન, આર્યન ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શ્રદ્ધા કપૂર, કેટરિના કૈફ, વિકી કૌશલ, નીલ નીતિન મુકેશ, શિલ્પા શેટ્ટી, કાજોલ, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. કરણ જોહર આખો સમય હાજર જોવા મળ્યો હતો કારણ કે હીરુ ચોપરા યશ ચોપરાની બહેન છે. જ્યારે પામેલા ચોપરા કરણ જોહર ની મામી હતી.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version