News Continuous Bureau | Mumbai
OMG 2 : ઓહ માય ગોડ 2 આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. તે પહેલા એક નવો વિવાદ સામે આવ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં ભગવાન શિવને કચોરી ખરીદતા બતાવવામાં આવ્યા છે. શ્રી મહાકાલેશ્વર(Mahakaleshwar) મંદિરના પૂજારી અને અખિલ ભારતીય પૂજારી મહાસંઘના પંડિત એ ફિલ્મમાં ભગવાન શિવને આ રીતે રજૂ કરવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ મામલામાં ફિલ્મના નિર્માતા, સેન્સર બોર્ડના(Censor board) અધ્યક્ષ અને ફિલ્મ અભિનેતાને કાનૂની નોટિસ જારી કરવામાં આવી છે. કલેક્ટરની જાહેર સુનાવણીમાં પહોંચ્યા બાદ ઉજ્જૈનમાં(Ujjain) આ ફિલ્મની રિલીઝ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
‘OMG 2’ ના નિર્માતા ને મોકલવામાં આવી કાનૂની નોટિસ
શ્રી મહાકાલેશ્વર મંદિરના પૂજારી(priest) એ આ ફિલ્મને લઈને કાનૂની નોટિસ જારી કરી હતી, તેમણે કહ્યું કે પૂજા સ્થાનો પર ફિલ્મ બનાવવી એ સારી વાત છે. પરંતુ ફિલ્મમાં ભગવાનને કોઈપણ સ્વરૂપમાં રજૂ કરવું સારું નથી. ફિલ્મ નિર્માતાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પ્રકારની રજૂઆત ધર્મમાં માનતા લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી શકે છે. ફિલ્મમાં ભગવાન શિવને કચોરી ખરીદતા દર્શાવવામાં આવ્યા છે અને તેનાથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. અમે હાઈકોર્ટના એડવોકેટ દ્વારા ફિલ્મ ડિરેક્ટર અમિત રાય, નિર્માતા વિપુલ શાહ, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અભિનેતા અક્ષય કુમાર તેમજ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને કાનૂની નોટિસ મોકલી છે.પૂજારી એ કહ્યું કે આ ફિલ્મને લઈને અમારો કોઈ વિવાદ નથી. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે મનોરંજન માટે બની રહેલી આ ફિલ્મમાં આપણા પ્રિય ભગવાન શિવની મજાક ના બનાવવામાં આવે. ફિલ્મ નિર્માતાએ ફિલ્મમાંથી મહાકાલ મંદિરમાં શૂટ કરેલા દ્રશ્યો હટાવી દેવા જોઈએ અને 24 કલાકમાં જાહેરમાં અમારી માફી માંગવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Bharat Jodo Yatra 2: ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે, હવે ગુજરાતથી મેઘલાય સુધી થશે પદયાત્રા… કોંગ્રેસ નેતાએ કરી જાહેરાત.. જુઓ વિડીયો…
ફિલ્મ નો વિવાદાસ્પદ સીન
આ ફિલ્મના ટ્રેલરમાં એક જગ્યાએ અભિનેતા અક્ષય કુમાર(Akshay kumar) કહે છે ‘રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ’. જ્યારે, બીજા દ્રશ્યમાં, કચોરી વાળો તેમના આશીર્વાદ લેવાનો ઇનકાર કરે છે. તેને બસ પૈસા જોઈએ છે. ફિલ્મ દ્વારા આવી રજૂઆત કરવી ખોટી છે. ભગવાન શિવના વિશ્વભરમાં કરોડો ભક્તો છે. જેને ભગવાન શિવમાં અપાર શ્રદ્ધા છે.