Uorfi javed: પાપી પેટ માટે નોકરી શોધવા નીકળી ઉર્ફી જાવેદ! સોશિયલ મીડિયા પર અભિનેત્રી નો બાયોડેટા થયો વાયરલ

Uorfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. હવે અભિનેત્રી નો બાયોડેટા ચર્ચામાં આવ્યો છે જેને લઈને ઉર્ફી નોકરી શોધવા નીકળી છે.

by Zalak Parikh
Uorfi javed looking for receptionist job shares resume on social media

News Continuous Bureau | Mumbai

Uorfi javed: ઉર્ફી જાવેદ તેના અતરંગી સ્ટાઇલ ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે. તે  અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. હવે ફરી એકવાર તે તેની એક પોસ્ટને લઈને ચર્ચામાં આવી છે. ઉર્ફીએ ઔપચારિક રીતે પોતાનો બાયોડેટા શેર કરીને લોકોને મદદ માટે વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો: Shikhar dhawan: શું મિતાલી રાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે શિખર ધવન? ક્રિકેટરે કર્યો ખુલાસો

ઉર્ફી જાવેદ ની પોસ્ટ 

ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, “રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવા માટે તૈયાર!!! હા, હું નોકરી શોધી રહી છું… કારણ કે 31મી મે ખરેખર નજીક છે અને મારો ફેશન પ્રભાવ જોખમમાં છે. અત્યારે મારે મારા ભૂખ્યા પેટને સંતોષવું છે…મારા માટે આ સૌથી સારી બાબત છે. કોઈપણ સૂચનો ગાય્ઝ પ્રશંસા કરવામાં આવશે! 31મી મે પહેલા મને નવી નોકરી શોધવામાં મદદ કરો!! (જો તમે મને પ્રેમ કરો છો, તો કૃપા કરીને @Myntra ને કહો કે તમારી એન્ડ ઓફ રીઝન સેલ ના કરે ).”

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)


ઉર્ફી જાવેદે બાયોડેટામાં પોતાની ક્ષમતાઓને ખૂબ જ રસપ્રદ રીતે લખી છે. તેણે ‘અનુભવ’ વિભાગમાં લખ્યું છે કે, ‘જો હું ટ્રોલ્સને હેન્ડલ કરી શકીશ તો હું તમારા ફોન કોલ્સ પણ હેન્ડલ કરીશ’. ઉર્ફી જાવેદની આ પોસ્ટ પર લોકો ખુબ કમેન્ટ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More