News Continuous Bureau | Mumbai
બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ(Urfi Javed) તેના સ્ટાઇલિશ, ગ્લેમરસ અને યુનિક લુક માટે હેડલાઇન્સમાં રહે છે. તેણીના કપડાં(cloths) સાથે પ્રયોગ કરતી વખતે તે ઘણીવાર બોલ્ડ લુક(blod look) આપે છે.ક્યારેક તે સેફ્ટી પિનથી બનેલા શ્રગમાં જોવા મળે છે, તો ક્યારેક અભિનેત્રી કાચના ટુકડાથી બનેલા શ્રગ પહેરે છે અને તેના કારણે ઉર્ફી જાવેદ ઘણી વખત ટ્રોલ પણ થઈ છે. પરંતુ આ ઉર્ફીએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા. આ વખતે ઉર્ફીએ તેના આઉટફિટને પાતળી ચેન(thin chain) સાથે સેટ કર્યા છે.
ઉર્ફી જાવેદનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ(social media viral) થઈ રહ્યો છે. આ લુકમાં ઉર્ફી જાવેદે રેડ કલરનું સ્કર્ટ-ટોપ(red skirt-top) પહેર્યું છે. તેણે તૂટેલા હૃદયનો(broken heart) ઉપયોગ કરીને પોતાનું ક્રોપ ટોપ બનાવ્યું છે. અભિનેત્રીએ તૂટેલા હૃદયને આગળની બાજુથી પાતળી ચેન થી બાંધીને ટોપનો લુક આપ્યો છે. બીજી તરફ, ઉર્ફીએ નીચે લાલ કલરનો મીની સ્કર્ટ (mini skirt)પહેર્યો છે. ઉર્ફી જાવેદ આ આઉટફિટમાં ઢીંગલી જેવી લાગી રહી છે.હંમેશની જેમ, ઉર્ફી જાવેદનો આ લુક તેના અત્યાર સુધીના લુક કરતા અલગ છે. આ સાથે તેણે લાઇટ મેકઅપ કરીને પોતાનો સ્ટાઇલિશ લુક પૂરો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ
તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદને માત્ર યુનિક ડ્રેસ(unique dress) પહેરવાનો જ શોખ નથી પરંતુ પોતાના કપડા સીવવાનો પણ શોખ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ કહ્યું હતું કે તેને એક એવોર્ડ(award) માટે તૈયાર થવાનું હતું. પરંતુ છેલ્લી ક્ષણે તેના ડિઝાઇનરે છેતરપિંડી કરી. જે પછી તે પોતાના કપડા જાતે જ સ્ટીચ કરે છે અને ઘણીવાર તે પોતાના કપડા જાતે જ ડિઝાઇન કરે છે.