Site icon

પહેચાન કૌન- સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળતી આ છોકરી જાણીતી છે પોતાની અતરંગી સ્ટાઇલ માટે- ઘરની બહાર નીકળતા જ આવે છે લાઇમલાઇટમાં 

News Continuous Bureau | Mumbai

બાંધેલા વાળ, માસુમ સ્માઈલ.. સ્કૂલ ડ્રેસમાં દેખાતી આ છોકરી આજે મોટી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા ક્વીન(Social media queen) પણ બની ગઈ છે. જ્યારે આ અભિનેત્રી ઘરની બહાર નીકળે છે, ત્યારે તે ખાસ કરીને તેની ડ્રેસિંગ સેન્સ(Dressing sense) માટે તમામ લાઈમલાઈટ ખેંચે છે.ફોટોમાં ક્યૂટ દેખાતી છોકરી વાસ્તવિક જીવનમાં(real life) તેના બોલ્ડ અવતાર(Bold Style) માટે જાણીતી છે. જો તમે હજુ સુધી તમે તેને ઓળખી શક્યા નથી .. તો ચાલો તમને જણાવી દઈએ કે. આ બીજું કોઈ નહીં પણ ઉર્ફી જાવેદ(Urfi Javed) છે.

Join Our WhatsApp Community

બિગ બોસ ઓટીટી ફેમ (Bigg Boss OTT fame) ઉર્ફી જાવેદ હંમેશા તેની ફેશન સેન્સને(Fashion sense) લઈને ચર્ચામાં રહે છે, જેના કારણે તેને ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. ઉર્ફી જાવેદ તેની દોષરહિત શૈલી માટે પણ જાણીતી છે.તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. હવે તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ઉર્ફીની આ તસવીર તેના સ્કૂલના દિવસોની લાગે છે કારણ કે આમાં ઉર્ફી સ્કૂલ ડ્રેસ પહેરીને હસતી જોવા મળે છે.વાયરલ થઈ રહેલી આ તસવીરોને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. તેના ચાહકોની સાથે સાથે તેની સાથે કામ કરતા સ્ટાર્સ પણ આ તસવીરોમાં તેને ઓળખી શક્યા નથી.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પ્રોડ્યુસરે જણાવ્યું સ્ટાર્સ ના અધવચ્ચે થી શો છોડી રહ્યા હોવાનું  મુખ્ય કારણ

ઉર્ફીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષ વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તે ઘણી નાની હતી ત્યારે તેની તસવીર પોર્ન સાઈટ પર મુકવામાં આવી હતી, જેના પછી તેને પરિવારમાં ગેરસમજ થઈ હતી અને તેના કારણે તેને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઉર્ફી મોટી થઈ ત્યારે તેણે પોતાનું જીવન પોતાની શરતો પર જીવવાનું નક્કી કર્યું અને બધું છોડીને મુંબઈ આવી ગઈ. અહીં ઉર્ફીએ ટીવીમાં કામ કરવાનું શરૂ કર્યું. નસીબજોગે ઉર્ફીને પણ ઘણું કામ મળ્યું. તે ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં જોવા મળી હતી પરંતુ તેને વાસ્તવિક ઓળખ બિગ બોસ ઓટીટીથી મળી હતી. જેમાં તે માત્ર 1 અઠવાડિયું રોકાઈ પરંતુ આ શોએ તેની જિંદગી બદલી નાખી.મિત્રતામાં ખાધેલા છેતરપિંડીથી ઉર્ફીને પહેલા જ અઠવાડિયામાં અલવિદા કહીને ઘર છોડવું પડ્યું. પરંતુ તેમ છતાં તે સોશિયલ મીડિયા દ્વારા લોકોને પોતાનું વ્યક્તિત્વ બતાવતી રહી.

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version