News Continuous Bureau | Mumbai
urfi javed ઉર્ફી જાવેદ ઘણીવાર તેની બોલ્ડ ફેશન સેન્સ માટે ટ્રોલ થાય છે. ઘણા યુઝર્સ તેના ડ્રેસિંગ સેન્સના વખાણ કરે છે તો ઘણા તેને ખરાબ રીતે ટ્રોલ કરે છે.ઉર્ફી જાવેદ નો આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદ બોલ્ડ ફ્લોરલ ગ્રીન વન પીસમાં ચાલતી જોવા મળી રહી છે.તે આ ડ્રેસમાં તેની પીઠ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ દરમિયાન એક વ્યક્તિએ તેના પર કમેન્ટ કરી, જેના પર અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ અને તેણે તે વ્યક્તિને જવાબ પણ આપ્યો, તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઉર્ફી જાવેદ ના કપડાં જોઈ ભડકી ગયો એક વ્યક્તિ
ઉર્ફીએ ગ્રીન કલરનો બેકલેસ ડ્રેસ પહેર્યો છે. તેના વાળ ગુલાબી રંગના છે. તેની બહેન પણ ઉર્ફી સાથે હતી. તે પાપારાઝી માટે પોઝ આપી રહી હતી ત્યારે જ એક વૃદ્ધ વ્યક્તિ તેને કહે છે, ‘તમે ભારતનું નામ બગાડો છો’. ઉર્ફી તેને વળતો જવાબ આપે છે, ‘તારા બાપ નું કઈ જાય છે? નથી જતું ને તારા બાપ નું, તો જા અને તારું કામ કર.’ દરમિયાન, વ્યક્તિ કહેતો રહે છે કે ‘ભારતનું નામ ખરાબ થાય છે’.બંને વચ્ચે ઝઘડો થાય છે, પછી ઉર્ફીની બહેન આવે છે અને તે માણસને તેનું કામ કરવા કહે છે. તે પછી તે ત્યાંથી નીકળી જાય છે. જ્યારે ઉર્ફી અને વ્યક્તિ વચ્ચે દલીલ થાય છે, ત્યારે અન્ય લોકો ત્યાં ભેગા થાય છે.
આ સમાચાર પણ વાંચો : Vrat Recipe: અધિક માસના ઉપવાસ છે? તો બનાવો રાજગરાનો શીરો, તદ્દન સરળ છે રેસિપી
View this post on Instagram
ઉર્ફી જાવેદ ના વિડીયો પર લોકો એ આપી પ્રતિક્રિયા
તે જ સમયે, ચાહકોએ આ વિડિઓ પર ટિપ્પણીઓ શરૂ કરી દીધી છે. એકે કહ્યું, કાકા તમને સલામ. બીજાએ લખ્યું, અંકલ ભારતના કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ચાલો, તેની સામે કોઈએ આવું કહ્યું. અન્યથા કેટલાક લોકો સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે. એક યુઝરે લખ્યું, ‘કોઈ એવું છે જે સત્ય બોલવાની હિંમત કરે છે.’