News Continuous Bureau | Mumbai
Urfi Javed Dhurandhar 2 Video: રણવીર સિંહ સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવન્જ’ નો ક્રેઝ અત્યારે આખા દેશમાં જોવા મળી રહ્યો છે. સામાન્ય જનતાથી લઈને બોલીવૂડ સેલિબ્રિટીઝ સુધી દરેક વ્યક્તિ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન પોતાની અતરંગી ફેશન માટે જાણીતી ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર ઉર્ફી જાવેદ એ પણ આ ફિલ્મનો એક આઇકોનિક સીન રીક્રિએટ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.ઉર્ફી જાવેદે ફિલ્મનો એ સીન પસંદ કર્યો છે જેમાં રણવીર સિંહના ક્લોઝ-અપ શૉટમાં પાછળ ગોળાકારમાં ફાયરવર્ક (આતશબાજી) થતી જોવા મળે છે. ઉર્ફી જાવેદે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, “નો બજેટ ધુરંધર. બ્રો, આ કોઈ AI નથી. આ કેવી રીતે બનાવ્યું તેનો મેકિંગ વીડિયો ટૂંક સમયમાં મૂકીશ, તે ખૂબ જ સરળ છે.”
આ સમાચાર પણ વાંચો : Khwab Dekhoon Song Out: અરિજીત સિંહના અવાજ નો જાદુ! ‘એક દિન’નું ગીત ‘ખ્વાબ દેખૂં’ રિલીઝ, જુનૈદ અને સાઈ પલ્લવીની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ
‘આરી આરી’ ગીત પર જોવા મળ્યો જલવો
વાયરલ વીડિયોમાં ઉર્ફી પિંક ક્રોપ ટોપ, બ્લેક જેકેટ અને બ્લુ ડેનિમમાં જોવા મળી રહી છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ‘ધુરંધર 2’ નું ફેમસ ગીત ‘આરી આરી’ સંભળાઈ રહ્યું છે. ઉર્ફીની આ ક્રિએટિવિટી જોઈને ચાહકો દંગ રહી ગયા છે. ઉર્ફીએ સાબિત કરી દીધું છે કે મોંઘા બજેટ વગર પણ આઇકોનિક સીન્સ રીક્રિએટ કરી શકાય છે.
View this post on Instagram
ઉર્ફીના આ વીડિયો પર યુઝર્સે રમુજી અને પ્રોત્સાહક કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, “ઉર્ફી જાવેદનું નામ હવે ‘ટેલેન્ટેડ જાવેદ’ હોવું જોઈએ.” જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું, “ઘર-ઘર ધુરંધર યોજના.” મોટાભાગના યુઝર્સે હાર્ટ અને ફાયર ઈમોજી દ્વારા ઉર્ફીના કામની પ્રશંસા કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)