News Continuous Bureau | Mumbai
ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ (Urfi Javed health)બીમાર પડી ગઈ છે. અહેવાલો અનુસાર, તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 24 વર્ષીય ઉર્ફી જાવેદને છેલ્લા બે-ત્રણ દિવસથી ઉલટીઓ(vomiting) થઈ રહી છે અને તેને તાવ પણ છે. ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ(hospital admit) કરી સારવાર શરૂ કરી.એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટના સમાચાર અનુસાર, ઉર્ફીએ તેની સાથેની વાતચીતમાં પોતાની સ્થિતિ જણાવી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ઉર્ફીને 103-104 ડિગ્રી તાવ(fever) છે. આ રિપોર્ટમાં ઉર્ફીને ટાંકીને એવું પણ લખવામાં આવ્યું છે કે તેના કેટલાક ટેસ્ટ(test) કરવામાં આવી રહ્યા છે, જેના પછી ચોક્કસ ખબર પડશે કે તેની સાથે શું થયું છે.
ઉર્ફી જાવેદે હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર(photo) પણ શેર કરી છે. આમાં તે બેડ પર ખાવાનું ખાતી જોઈ શકાય છે. ઉર્ફી જાવેદે લખ્યું, 'ઘણા સમય પછી અહીં આવવું પડ્યું… હા, જ્યારે હું મારા સ્વાસ્થ્યની (health)ઉપેક્ષા કરતી હતી ત્યારથી આવું બન્યું છે.' ઠીક છે, ઉર્ફીએ તેના હોસ્પિટલમાં દાખલ થવાનું ચોક્કસ કારણ જણાવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચને સોનુ નિગમ અને આશા ભોંસલેના અવાજથી સજ્જ હર ઘર તિરંગા ગીત કર્યું શેર -બિગ-બી સહિત આ સેલેબ્રીટી મળી જોવા-જુઓ વીડિયો
ઉર્ફી ના વર્ક ફ્રન્ટ તો તે હાલમાં સોશિયલ મીડિયા(social media) પર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને મોડેલિંગ અસાઇનમેન્ટ દ્વારા કમાણી કરી રહી છે. ઉર્ફી એક ટીવી અભિનેત્રી છે અને તે 'બડે ભૈયા કી દુલ્હનિયા', 'ચંદ્ર નંદિની', 'મેરી દુર્ગા', 'જીજી મા', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવી સિરિયલોમાં જોવા મળી છે. તે છેલ્લે 'બિગ બોસ'ના OTT વર્ઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ચર્ચા છે કે તે તેના ટીવી વર્ઝનમાં (Bigg boss)પણ જોવા મળી શકે છે.