News Continuous Bureau | Mumbai
Urfi javed: નવા વર્ષ ની શરૂઆતમાં જ ઉર્ફી જાવેદ વિશે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.ઉર્ફી જાવેદની હોસ્પિટલમાં દાખલ થયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ઉર્ફી જાવેદ હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદની આ તસવીર જોયા બાદ ફેન્સ તેની તબિયત ની ચિંતા કરી રહ્યા છે અને તેના સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદ થઇ હોસ્પિટલ માં દાખલ
ઉર્ફી જાવેદની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ઉર્ફી હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે અને તેના નાક પર ઓક્સિજન માસ્ક પણ જોવા મળી રહ્યું છે. આ તસવીર શેર કરતા ની સાથે ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું, ‘2024ની શરૂઆત ધમાકેદાર સાથે.’ ઉર્ફી એ થોડા સમય પહેલા તેની લેટેસ્ટ પોસ્ટમાં આ ફોટો શેર કર્યો હતો. ઉર્ફી ની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરી ને પૂછવા લાગ્યા કે તેને શું થયું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઉર્ફી દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ ઉર્ફી એ થોડી જ મિનિટોમાં તેને ડિલીટ કરી દીધી હતી. હવે બધા આશ્ચર્યમાં છે કે તેણે આવું કેમ કર્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્ફી જાવેદને 4 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અભિનેત્રીને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી.અને ઉર્ફી દ્વારા ડિલીટ કરવામાં આવેલી પોસ્ટ ને લઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઉર્ફી ને કઈ થયું નથી તે માત્ર લોકો સાથે પ્રેન્ક કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Aryan khan: શું બોલિવૂડ ના આ સુપરસ્ટાર પર આધારિત છે આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’? જાણો કેવી છે સિરીઝ ની વાર્તા