Urfi javed: આ કારણે ઉર્ફી જાવેદ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું હતું સસ્પેન્ડ, અભિનેત્રી એ સ્ક્રીનશોટ શેર કરી આપી માહિતી

urfi javed instagram suspend because of this reason

News Continuous Bureau | Mumbai 

Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ અવારનવાર તેના અતરંગી દેખાવ ને કારણે હેડલાઈન્સ માં રહે છે. હવે ફરી એકવાર તે સમાચારમાં છે. પરંતુ આ વખતે ઉર્ફી તેની ફેશન સેન્સ ને લઇ ને નહીં પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ લઈને સમાચાર માં છે. તાજેતરમાં ઉર્ફી જાવેદ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.તો ચાલો જાણીયે આવું કેમ થયું હતું.

 

ઉર્ફી જાવેદ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું સસ્પેન્ડ 

પોતાના બોલ્ડ ફોટો અને વિડીયો પોસ્ટ કરી ને કમાણી કરનારી અભિનેત્રી ઉર્ફી જાવેદ ને ઇન્સ્ટાગ્રામે ઝટકો આપ્યો હતો. વાસ્તવમાં ઉર્ફી જાવેદ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. ઉર્ફી જાવેદે પોતે તેના ફેન્સ સાથે સસ્પેન્ડ કરવામાં આવેલ એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને આ અંગે માહિતી આપી હતી. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થવાથી તેને અને તેના ફેન્સને મોટો ફટકો પડ્યો છે.

જોકે, થોડા સમય પછી ઈન્સ્ટાગ્રામે ઉર્ફીનું એકાઉન્ટ રિસ્ટોર કર્યું. કંપનીએ આ અંગે એક પોસ્ટ પણ કરી છે. બાદમાં ઉર્ફીએ તેના ચાહકોને એકાઉન્ટ પુનઃસ્થાપિત થવા વિશે પણ જાણ કરી. ઈન્સ્ટાગ્રામે પોતાના મેસેજમાં કહ્યું કે ઉર્ફી જાવેદનું એકાઉન્ટ ભૂલથી ડિસેબલ થઈ ગયું હતું. ઇન્સ્ટાગ્રામ ટીમે આ માટે ઉર્ફીની માફી પણ માંગી છે.

આ સમાચાર પણ વાંચોઃ Ranbir kapoor and tripti dimri: રણબીર કપૂર અને તૃપ્તિ ડીમરી ની વિડીયો કલીપ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો,ખુબ જોવામાં આવી રહી છે કલીપ