News Continuous Bureau | Mumbai
Urfi javed: ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન છે. પોતાના દેખાવ અને અસામાન્ય ફેશન સેન્સ ને કારણે ઉર્ફીએ આજે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. ઉર્ફી ની દરેક સ્ટાઈલ ઈન્ટરનેટ પર થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. જેના કારણે તેને ટ્રોલ નો શિકાર પણ બનવું પડે છે. પરંતુ ઉર્ફી ને તેનાથી કોઈ ફરક પડતો નથી આ વખતે ઉર્ફીએ પોતાના ડરામણા લુક થી લોકોના ધબકારા અને શ્વાસ રોકી દીધા છે. તેનો નવો લુક જોઈને તમે પણ ડરી જશો.
ઉર્ફી જાવેદ નો વિડીયો થયો વાયરલ
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં એક્ટ્રેસનો ડરામણો લુક જોઈને તમે પણ ડરી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે બ્રાલેસ છે અને તેણે કાળા રંગનો લાંબો શ્રગ પહેર્યો છે. આ સાથે તેણે તેના આખા શરીરને પેઇન્ટ કરાવ્યું છે. આ સાથે તેણે ગોલ્ડ જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તેના લાલ હોઠ પર કાળી લાઈનર જે તેના દેખાવને વધુ ડરામણો બનાવે છે. આ વીડિયો શેર કરતી વખતે ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારે મારી અંદર રહેલા શેતાનને બહાર કાઢવો છે.’
ઉર્ફી જાવેદ ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
ઉર્ફી જાવેદનો આ લુક જોઈને લોકો ડરી ગયા છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના પર કમેન્ટ કરીને યુઝર્સ તેને ફરી ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. તેના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આખરે તમે તમારું સાચું સ્વરૂપ બતાવ્યું.’ અન્ય એકે કહ્યું, ‘હવે મને રાત્રે ઊંઘ નહિ આવે.’ બીજા એક લખે છે, ‘આજે પહેલીવાર તમે તમારા વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા છો, ઇચ્છાધારી દીદી’.
આ સમાચાર પણ વાંચો : Vijay deverakonda on animal: એનિમલ ના ટીઝર પર રશ્મિકા મંડન્ના ના કથિત બોયફ્રેન્ડે આપી પ્રતિક્રિયા, વિજય દેવરાકોંડા એ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને આવું કહી ને સંબોધી
