News Continuous Bureau | Mumbai
Urfi javed: પોતાના બોલ્ડ એક્ટ ને કારણે અભિનેત્રી ઉર્ફી જાવેદ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. ઉર્ફી જાવેદ ના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ક્યારેક તેના અતરંગી કપડાં તો ક્યારેક તેના સેમી ન્યૂડ વિડીયો વાયરલ થતા રહે છે. અત્યાર સુધી ઉર્ફી એ દરેક વસ્તુમાંથી પોતાના માટે ડ્રેસ બનાવ્યા છે જેની કલ્પના પણ આપણે ના કરી શકીએ. આ દરમિયાન ઉર્ફી જાવેદ નો સેમી ન્યૂડ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
ઉર્ફી જાવેદ નો વિડીયો
ઉર્ફી જાવેદે તેનો એક નવો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફીએ સેમી ન્યૂડ થઇ ને તેના શરીર પર કપડા સૂકવવા ની રંગબેરંગી રસ્સી વીંટાળી છે. તેણે પોતાના હાથથી આગળનો ભાગ ઢાંકી દીધો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એનિમલનું ગીત વાગી રહ્યું છે. ઉર્ફી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર આગ ની જેમ વાયરલ થઇ રહ્યો છે.
ઉર્ફી જાવેદ ના આ વિડીયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Junior Mehmood :ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, બોલીવુડના આ ખ્યાતનામ અભિનેતાનું થયું નિધન, કેન્સર સામે હાર્યા જિંદગી..
