News Continuous Bureau | Mumbai
ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ (Urfi Javed) અવનવા અવતારમાં પોતાની ફેશન સેન્સ બતાવતી રહે છે. ફેશન ક્વિન ઉર્ફી જાવેદનો નવો અવતાર સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસ એકદમ અતરંગી લૂકમાં દરિયાના છીપલામાંથી બનાવેલી મોનોકીની(Sea shell monokini) માં દેખાઇ રહી છે. ઉર્ફીના આ બૉલ્ડ લૂક (Bold look) પાછળ હજારો ફેન્સ દિવાના થયા છે. ઉર્ફીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram)પર પોતાના નવા લૂકની તસવીરો અને વિડીયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેલ કમાલની દેખાઇ રહી છે.
એક્ટ્રેસે દરિયા કિનારે મળી આવનારા દરિયાઇ છીપલામાંથી મોનોકીની ટૉપ (sea shell top) બનાવ્યો છે, અને આ મોનોકીની ટૉપ પહેરીને તેને ફોટોશૂટ કરાવ્યુ છે. સાથે જ એક્ટ્રેસે સી-થ્રૂ ફેબ્રિક પર રેપ કરીને પોતાનો બૉટમ ક્રિએટ કર્યો છે. લૂકની સૌથી ક્રિએટિવ વાત તો એ છે કે તેને દરિયાના છીપલામાંથી બનેલી પોતાની મોનોકીની ટૉપને બીચ(beach) પર જ પહેરીને ફ્લૉન્ટ કરી છે. આ લૂકની સાથે ઉર્ફીએ મીડલ પોર્ટેડ હેયરને સ્ટાલિશ પિન્સની સાથે ખાસ ટચ આપ્યો છે. ન્યૂડ મેકઅપમાં ઉર્ફી સુપર (Urfi javed)સિઝલિંગ લાગી રહી છે. ઉર્ફી પોતાના વીડિયોમાં કિલર પૉઝની સાથે ડેડલી એક્સપ્રેશન્સ પણ આપી રહી છે. ઉર્ફીનો બૉલ્ડ લૂક અને તેની અદાઓ ફેન્સને ક્રેઝી કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : દીપિકા પાદુકોણના પરફેક્ટ ફિગર નું રહસ્ય થયું ઉજાગર, અભિનેત્રી એ યોગ કરતી તસવીરો કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ; જુઓ ફોટોગ્રાફ્સ