Site icon

રસ્તાના કિનારે વિચિત્ર વર્તન કરીને નેટિઝન્સ ના નિશાના પર આવી ઉર્ફી જાવેદ- જુઓ અભિનેત્રીનો વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

બિગ બોસ ઓટીટીથી લાઇમલાઇટમાં આવેલી ઉર્ફી જાવેદ(Urfi Javed) ઘણીવાર તેની ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. તેની દરેક નાની-નાની એક્ટ પણ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થાય છે. તે પોતાના લુક સાથે કંઈક નવું અને અનોખું કરીને બધાનું ધ્યાન આકર્ષિત કરે છે. તે અવારનવાર આવા અજીબોગરીબ કપડાં પહેરીને મુંબઈની (Mumbai)ગલીઓમાં ફરતી જોવા મળે છે. તેની વિચિત્ર ફેશન સેન્સ અને બોલ્ડનેસ માટે ટ્રોલ થઈ રહેલી ઉર્ફીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેની અસામાન્ય ફેશનને બદલે કંઈક એવું જોવા મળી રહ્યું છે, જે ફરીથી સોશિયલ મીડિયા પર તેના ટ્રોલ(social media troll) થવાનું કારણ બની ગયું છે.

Join Our WhatsApp Community

 

બોલ્ડ ફોટા અને વીડિયો માટે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવનાર ઉર્ફીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ગુરુવાર રાતનો છે, જ્યારે તે ફરીથી તેની ગર્લ ગેંગ સાથે મુંબઈના(Mumbai) રસ્તાઓ પર ફરવા ગઈ હતી. આ દરમિયાન, હંમેશની જેમ, પાપારાઝીઓએ (paparazi)ઉર્ફીને ઘેરી લીધી. પછી ઉર્ફી કારની વિન્ડો સીટમાંથી બહાર નીકળી અને પાપારાઝીને હસીને પૂછ્યું, 'મારે શું કરવું જોઈએ? શું મારે કારની ટોચ પર જવું જોઈએ? પાગલ થઇ ગયા છો ‘ પછી ઉર્ફી અંદર તેની સીટ પર બેસે છે અને ત્યાંથી નીકળી જાય છે.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે ફરીથી વધાર્યો ઈન્ટરનેટ નો પારો-મોનોકીની ડ્રેસ પર જાળીદાર દોરડું લપેટીને મુંબઈના રસ્તા પર મળી જોવા-જુઓ ફોટોગ્રાફ્સ

વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે ઉર્ફી ખૂબ જ ખુશ છે. તેણી થોડી વધારે ઉત્સાહિત દેખાતી હતી. આ એક્સાઈટમેન્ટના કારણે ઉર્ફી ફરી એકવાર નેટીઝન્સના નિશાના પર આવી ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે ઉર્ફીએ ડ્રિંક (drink)પીધું છે, તેથી તે આ રીતે વર્તન કરી રહી છે. ઉર્ફીના આ વીડિયો પર કોમેન્ટ કરીને નેટીઝન્સ ખબર નહીં શું શું  કહી રહ્યા છે. કેટલાક તેના પીવા પર ટિપ્પણી પણ કરી રહ્યા છે. એકે લખ્યું, 'શું તમે બહુ પીધું છે?' બીજો લખે છે, 'કોઈ આટલું પાગલ કેવી રીતે હોઈ શકે?'આ કમેન્ટ્સની સાથે લોકો ઉર્ફીના અવાજને પણ નિશાન બનાવી રહ્યા છે. આ વીડિયોમાં તેનો અવાજ ખૂબ જ ખરાબ લાગી રહ્યો છે. પરંતુ ઉર્ફીએ હજારો વખત કહ્યું છે કે તે આ બાબતોની બહુ કાળજી રાખતી નથી. તેણી જે કરવા માંગે છે તે કરે છે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version