ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેની ફેશન અને સ્ટાઈલને કારણે સતત સમાચારમાં છે. ઉર્ફીની બોલ્ડ સ્ટાઈલ અને ગ્લેમરસ આઉટફિટ ફેન્સને પસંદ આવે છે અને ક્યારેક તે તેના માટે ટ્રોલ પણ થાય છે. અભિનેત્રીએ 'અનુપમા' ફેમ અભિનેતા પારસ કલનાવત ને ડેટ કરી ચુકી છે અને હવે એક ઈન્ટરવ્યુમાં તેણે બ્રેકઅપનું કારણ જણાવ્યું છે.'અનુપમા'માં સમરનું પાત્ર ભજવતા પારસ કલનાવત અને ઉર્ફી જાવેદ એક યુગલ હતા. બંનેની મુલાકાત વર્ષ 2017માં 'મેરી દુર્ગા'ના સેટ પર થઈ હતી અને તેઓ મિત્ર બન્યા હતા. જો કે, તેમના માર્ગો ટૂંક સમયમાં અલગ થઈ ગયા અને હવે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ બ્રેકઅપ વિશે જણાવ્યું.
ઉર્ફી જાવેદે કહ્યું, હું તેને સંબંધ નથી માનતી , આ બાળપણની ભૂલ હતી. એક મહિના સાથે રહ્યા પછી, હું તેની સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી . તે એક બાળક હતો અને ખૂબ જ પસેસિવ હતો. તેણે મારા નામના 3 ટેટૂ કરાવીને ફરી મને રીઝવવાનો પ્રયત્ન કર્યો, પણ અલગ થયા પછી આવું કોણ કરે?અભિનેત્રી ઉર્ફીએ આ ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું હતું કે, અલબત્ત, હું માત્ર ટેટૂ માટે તેની પાસે પાછી જવાની નહોતી. ભલે તેણે તેના આખા શરીર પર મારા નામનું ટેટૂ કરાવ્યું હોય, તો પણ હું નહીં જાઉં. ઉર્ફીએ જણાવ્યું કે બ્રેકઅપ બાદ પારસે તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો.
વડોદરાની મહિલા રણવીર સિંહના શોમાં ઝળકી: રણવીરે તેને ભેટ આપી
ઉર્ફીએ કહ્યું કે, 'હા, મેં તેની સાથે ફોન પર વાત કરી હતી. તે સમયે મને સારું લાગતું હતું. પરંતુ મેં તેને સ્પષ્ટ કહ્યું કે અમે પાછા સાથે નથી આવવાના. થોડા સમય પછી તે બીજા સંબંધમાં ગયો. તમને જણાવી દઈએ કે બંનેનો સંબંધ માત્ર 9 મહિના જ ચાલ્યો હતો.