News Continuous Bureau | Mumbai
Urfi Javed : ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે હંમેશા તેના આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક ઉર્ફીને તેના બોલ્ડ આઉટફિટ્સને કારણે ટ્રોલિંગ અને નેગેટિવિટીનો સામનો કરવો પડે છે. જોકે હવે તેનાથી તેને કોઈ ફરક નથી પડતો. ઉર્ફીએ તાજેતરમાં જણાવ્યું છે કે તે શા માટે આવા કપડાં પહેરે છે. ઉર્ફીએ હવે તેના આવા કપડાં પહેરવા પાછળનું કારણ જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : RedBus Chatbot: હવે બસ ટીકીટ માટે લાઈનથી મેળવો છુટકારો… ઘર બેઠા વોટ્સએપ દ્વારા બુક કરી શકો છો બસ ટીકીટ… જાણો સંપુર્ણ પ્રક્રિયા અહીં..
ઉર્ફી એ જણાવ્યું અતરંગી કપડાં પહેરવા નું કારણ
ઉર્ફી કહે છે, ‘જ્યારે મને એક અઠવાડિયામાં બિગ બોસ માંથી બહાર કાઢવામાં આવી ત્યારે મને લાગ્યું કે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. હું ખૂબ રડી હતી મને લાગતું હતું કે મેં મારા જીવનમાં કંઈ કર્યું નથી, હવે હું કઈ રીતે કામ કરી શકું કારણ કે 7 લોકોમાં હું એકમાત્ર કમાનાર વ્યક્તિ છું. હું ઘર કેવી રીતે ચલાવીશ, હવે મને કોઈ કામ પણ નહીં આપે. તે પછી ધીમે ધીમે મેં જોયું કે મારા કપડાંને કારણે મારી તરફ ધ્યાન ખેંચાઈ રહ્યું છે. પછી મેં વિચાર્યું કે આ ધ્યાનનો જ ઉપયોગ કરીએ. આ મને મારા ઘરનું પાલન-પોષણ કરવામાં મદદ કરશે. મારા ટેબલ પર ખોરાક આવી ગયો છે, મારા પરિવારના સભ્યો આજે ખુશ છે, હું ખુશ છું. તો માત્ર આ કારણે હું આવા કપડાં પહેરું છું.’