News Continuous Bureau | Mumbai
Urfi javed: પોતાની અતરંગી ફેશન માટે જાણીતી સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે ઉર્ફી તેના કપડાં ને લઇ ને નહીં પરંતુ તાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરો માં ઉર્ફી જાવેદ એક રહસ્યમય માણસ સાથે રોકા સેરેમની ની વિધિ કરતા જોવા મળે છે. જોકે, તસવીરોમાં છોકરાનો ચહેરો છુપાયેલો છે. સમાચાર છે કે ઉર્ફી જાવેદે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. અભિનેત્રીએ ઈસ્લામ છોડીને હિંદુ રીતિ-રિવાજ મુજબ રોકા સેરેમની કરી હતી.
ઉર્ફી જાવેદ ની સગાઈ ની તસવીરો થઇ વાયરલ
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદ બ્લેક સૂટમાં જોવા મળી રહી છે. તેના કપાળ પર તિલક છે અને ઓઢણી થી માથું ઢાંકેલું છે. આ તસવીરમાં ઉર્ફી જાવેદ એક છોકરાને વીંટી પહેરાવતી જોવા મળી રહી છે. તસવીરોમાં છોકરાનો ચહેરો હાર્ટ ઈમોજીથી ઢાંકવામાં આવ્યો છે. આ સાથે તસવીરમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદ હિંદુ રીતિ-રિવાજ મુજબ સગાઈ કરતી જોવા મળી રહી છે. તેમજ બંને એક સાથે પૂજા કરી રહ્યા છે. દંપતીને હવન કુંડની સામે પૂજા કરતા બતાવવામાં આવ્યા છે, જેમાં એક પૂજારી પણ હાજર છે.ઉર્ફી જાવેદની સગાઈના ફોટાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે, કારણ કે થોડા સમયથી ઉર્ફીના ડેટિંગ અને લગ્નની કોઈ અફવાઓ નહોતી. હંમેશા ખુલ્લેઆમ બોલતી ઉર્ફીએ ક્યારેય પોતાની લવ લાઈફ વિશે વાત કરી નથી.
View this post on Instagram
ઉર્ફી જાવેદ ની સગાઈ ની તસવીરો પર લોકો ની પ્રતિક્રિયા
ઉર્ફી જાવેદ ની આ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. જ્યાં એક યુઝરે કહ્યું કે, તમારી આટલી અચાનક સગાઈ કેવી રીતે થઈ ગઈ? તો અન્ય એક યુઝરે લખ્યું કે હવે રાખીની જેમ તે પણ પોતાનો ધર્મ બદલશે અને પછી ડ્રામા શરૂ. તો એક યુઝરે કહ્યું કે છોકરાનો ચહેરો કેમ ઢંકાયેલો છે?અમે એ પણ જાણવા માંગીએ છીએ કે ઉર્ફી જાવેદની સગાઈ કોની સાથે થઈ રહી છે. જો કે હજુ સુધી ઉર્ફી તરફથી કોઈ પુષ્ટિ મળી નથી, પણ શક્ય છે કે આ ઉર્ફી જાવેદના કેટલાક શૂટિંગનો ભાગ હોઈ શકે.
આ સમાચાર પણ વાંચો : Salman khan dance video: ડાન્સ પરફોર્મન્સ દરમિયાન સલમાન ખાન ની હાલત જોઈ ફેન્સ થયા ચિંતિત, ભાઈજાન ને આપી આ સલાહ