Site icon

એક્સ બોયફ્રેન્ડને ટોક્સિક કહેવાવાળી ઉર્ફી જાવેદે વરસાવ્યો પારસ કલનાવત પર પ્રેમ -અભિનેતા વિશે લખી આવી વાત

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા સેન્સેશન(social media sensation) ઉર્ફી જાવેદ(Urif Javed) અવારનવાર એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. ઉર્ફીએ તેના વિચિત્ર પોશાકથી લઈને જાનથી મારી નાખવાની ધમકીઓ સુધીની તમામ બાબતો માટે ઘણી હેડલાઇન્સ બનાવી છે. ઉર્ફી, જે ઘણીવાર તેના ભૂતકાળના સંબંધો અને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ (Ex boyfriend) વિશે વાત કરતી જોવા મળે છે. દરમિયાન, અભિનેત્રીએ(Actress) તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેના પછી તે ફરી એકવાર સમાચારમાં છે.

Join Our WhatsApp Community

વાત એમ છે કે, ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા તેની ઇન્સ્ટા સ્ટોરી(Insta story) પર તેના એક્સ બોયફ્રેન્ડ વિશે એક પોસ્ટ શેર(Post Shared) કરી હતી. જો કે, દર વખતની જેમ આ વખતે તેણે તેના એક્સ બોયફ્રેન્ડ પારસ કલનાવત( Paras Kalnavat)  ને કોઈ ખરી ખોટી નથી સંભળાવી.ઉલટું અભિનેત્રી તેના વખાણ કરતી જોવા મળી છે. ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરેલી આ પોસ્ટમાં તેણે પારસનો એક વીડિયો શેર કર્યો છે, જે કલર્સના રિયાલિટી શો ઝલક દિખલા જા સીઝન 10નો (Reality show Jhalak Dikhla Ja Season 10) છે.વીડિયોમાં પારસ તેની ડાન્સિંગ પાર્ટનર(Dancing partner) શ્વેતા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર શ્વેતા અને પારસની તસવીર પણ શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે લખ્યું- બંનેને શો ઝલકમાં જોવું ખૂબ જ સારું છે. આ સાથે જ તેણે વીડિયો શેર કરતી વખતે કંઈક એવું લખ્યું જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, પારસ કલનાવત, તને આ રીતે પ્રગતિ કરતા જોઈને મને ખૂબ ગર્વ છે. આ સાથે તેણે પારસને ટેગ કરતી આ પોસ્ટમાં હાર્ટ ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  ધ કાશ્મીર ફાઇલ્સ ને કોઈ પણ એવોર્ડ માં પુરસ્કાર ના મળવા બદલ કોઈ અફસોસ નથી અભિનેત્રી પલ્લવી જોશી ને-જાણો કારણ 

આ પહેલીવાર છે જ્યારે અભિનેત્રી તેમના સંબંધો તૂટ્યા પછી આ રીતે પારસના વખાણ કરતી જોવા મળી છે, નહીં તો આ પહેલા ઉર્ફી ઘણીવાર એક યા બીજી રીતે અભિનેતાને નિશાન બનાવતી જોવા મળી છે. તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન તેણે પારસ નું નામ લીધા વિના અભિનેતા પર નિશાન સાધ્યું હતું. તેણે પારસ ને 'ટોક્સિક બોયફ્રેન્ડ' કહ્યો હતો. આ પછી, લોકોએ ઉર્ફી જાવેદ અને પારસ કલનાવત વચ્ચેના સંબંધો વિશે તેમના અભિપ્રાય બનાવ્યા હતા.

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version