News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ (Urfi Javed)મનોરંજન જગતનું એક એવું નામ છે, તે ગમે તે કરે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. આટલું જ નહીં, ઉર્ફી તેના બિન્દાસ સ્ટેટમેન્ટ(bold staement) માટે પણ જાણીતી છે. તેના આઉટફિટના કારણે તે ઘણીવાર ટ્રોલ(troll) થાય છે પરંતુ તે ટ્રોલ્સને પણ જડબાતોડ જવાબ આપે છે. તે જ સમયે, હવે ઉર્ફી જાવેદે શારીરિક સંબંધો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને તેના ફાયદાઓ વિશે જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : એન્ડોર્સમેન્ટ માંથી પણ મબલખ કમાણી કરે છે ભૂતપૂર્વ વિશ્વ સુંદરી-જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે
આ સાથે ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર ગૂગલ સર્ચ એન્જિનનો(google search) સ્ક્રીનશોટ મોકલ્યો છે, જેમાં આ મુદ્દે મનોવૈજ્ઞાનિકોનું શું કહેવું છે તે જણાવવામાં આવ્યું છે. આ સ્ક્રીનશોટ અનુસાર, મનોવૈજ્ઞાનિકો કહે છે કે, નિયમિત રીતે સેક્સ કરવાથી તમે તમારી ઉંમર કરતા સાત ગણા નાના દેખાશો. જાતીય સંભોગ એન્ડોર્ફિન્સ મુક્ત કરે છે, જે મૂડ-બુસ્ટિંગ રસાયણો છે જે સારી ઊંઘમાં મદદ કરે છે અને તણાવ દૂર કરે છે. સેક્સથી (sex)રક્ત પરિભ્રમણ વધે છે અને આપણી ત્વચા યુવાન દેખાય છે.
