News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. અતરંગી ડ્રેસ પહેરીને ઈન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કરવા એ તેનું પ્રિય કામ છે. તેના લીધે તે ક્યારેક ટ્રોલ પણ થાય છે.આનાથી અભિનેત્રી ને કોઈ ફરક પડતો નથી.તે આવા અતરંગી ડ્રેસ માં પોતાના ફોટા અને વિડીયો શેર કરતી જ રહે છે.

ઉર્ફી જાવેદને ત્રણ બહેનો છે જે સુંદરતા અને બોલ્ડ નેસ ના મામલા માં ઉર્ફી ને પણ ટક્કર આપે છે. ચાલો તમને ઉર્ફીની બહેનો સાથે પરિચય કરાવીએ.

ચારેય બહેનો માં ઉર્ફી બીજા નંબરે આવે છે. ઉર્ફીની સૌથી મોટી બહેનનું નામ ઉરુસા જાવેદ છે. ઉરુસા મુંબઈ માં રહે છે અને બિઝનેસ કરે છે. તે ડીજીટલ માર્કેટીંગ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે.ઉરુસાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટાઓથી ભરેલું છે. સૌંદર્યની વાત કરીએ તો ઉર્ફી તેની સામે કઈ નથી. ઈન્સ્ટા પર તેના લગભગ 77 હજાર ફોલોઅર્સ છે. તે અવારનવાર તેના વીડિયો પોસ્ટ કરતી રહે છે.

ઉરુસા અને ઉર્ફી પછી ત્રીજી બહેનનું નામ ડોલી જાવેદ છે. ડોલી પણ બોલ્ડનેસમાં તેની બહેનો કરતા ઓછી નથી. ડોલી એક બ્લોગર છે. તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય છે. ડોલી ના 46 હજાર ફોલોઅર્સ છે. તે ઉર્ફી જાવેદ સાથે પણ ખૂબ જ સુંદર અને ક્યૂટ લાગે છે.

આ ત્રણ બહેનો બાદ ચોથી બહેન નું નામ અસ્ફી જાવેદ છે અને તે પણ કોઈ પણ બાબતમાં ત્રણ બહેનોથી ઓછી નથી. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના વીડિયો અને ફોટોથી ભરેલું છે. અસફી તેની બધી બહેનોની જેમ ખૂબ જ સુંદર લાગે છે. બાય ધ વે, અસ્ફી એક બ્લોગર છે અને એકદમ સ્ટાઇલિશ છે. ચારેય બહેનો વચ્ચેનું બોન્ડિંગ પણ ઘણું સારું છે અને ક્યારેક ચારેય એકસાથે જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે શર્ટમાંથી બનાવ્યો બોલ્ડ ડ્રેસ-અભિનેત્રી ના વિડીયો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો-જુઓ વિડીયો