News Continuous Bureau | Mumbai
‘બિગ બોસ ઓટીટી’થી લોકોમાં ફેમસ બનેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed)થોડા સમય પહેલા જ તેના ઘરની બહાર આવી હતી. રોજની જેમ આજે પણ ઉર્ફી જાવેદે ખૂબ જ બોલ્ડ ડ્રેસ (bold dress)પહેર્યો હતો. જ્યારથી ઉર્ફી જાવેદ ‘બિગ બોસ ઓટીટી’(Bigg boss OTT)માંથી બહાર આવી છે ત્યારથી તે તેના બોલ્ડ ડ્રેસને કારણે સતત ચર્ચામાં રહે છે.
તાજેતરમાં ઉર્ફી જાવેદ ફરીથી મુંબઈમાં(Mumbai) જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફી જાવેદે પાવડર બ્લુ ડ્રેસ પહેર્યો હતો.
મુંબઈમાં હાલ વરસાદની(rainy season) મોસમ છે. વરસાદથી મુંબઈગરાઓને ગરમીથી રાહત મળી રહી છે પરંતુ ઉર્ફીએ શહેરનું તાપમાન ફરી વધાર્યું છે.
હંમેશની જેમ તદ્દન અલગ તેમ બંધ ગળા અને કોલરવાળા આ ડ્રેસમાં પેટની પાસે બરફી આકારની જાળી(net) જોવા મળી રહી છે. આ મીની ડ્રેસ (mini dress)સાથે તેના વાળને બે ચોટી માં બાંધ્યા છે.સાથે તેણે નાની વાદળી બુટ્ટી (blue earrings)પહેરી છે. ન્યૂડ મેકઅપ કરીને તેને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.
અભિનેત્રી ઉર્ફી જાવેદની અદાઓ જોઈને બધા ઘાયલ થઈ જાય છે. ઉર્ફીની સોશિયલ મીડિયા(social media) પર જબરદસ્ત ફોલોઈંગ છે, જેનું એક મોટું કારણ તેના બોલ્ડ ડ્રેસ છે.
આ સમાચાર પણ વાંચો : નમ્રતા મલ્લાએ બ્રેલેટ ટોપ અને શોર્ટ્સમાં બતાવ્યો પોતાનો ગ્લેમરસ લુક-તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ- જુઓ ફોટોગ્રાફ્સ