Urfi Javed :ઉર્ફી જાવેદની થઇ ફ્લાઈટમાં છેડતી, ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો ગેરવર્તણૂકનો વિડિયો

Urfi Javed teased by group of men in flight

News Continuous Bureau | Mumbai

Urfi Javed : સોશિયલ મીડિયા પ્રભાવક ઉર્ફી જાવેદ તેના અજીબોગરીબ કપડાંને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેની સોશિયલ મીડિયામાં હાજરી પાછળનું કારણ કંઈક બીજું છે. અભિનેત્રી આ વખતે તેના કપડાના કારણે નહીં પરંતુ ફ્લાઇટમાં તેની સાથે થયેલી ગેરવર્તણૂકને કારણે ચર્ચામાં છે. તેણે વીડિયો શેર કરીને જણાવ્યું કે ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન તેની છેડતી કરવામાં આવી હતી. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઉર્ફી જાવેદ સાથે થયું ખરાબ વર્તન

હાલમાં જ ઉર્ફી જાવેદ રજાઓ ગાળવા ગોવા જતી જોવા મળી હતી. ઉર્ફીએ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી અને તેની સફર જરા પણ સુખદ નહોતી. ફ્લાઇટમાં પુરુષોના એક જૂથ દ્વારા તેને હેરાન કરવામાં આવી હતી..ઉર્ફી જાવેદનું કહેવું છે કે ફ્લાઇટમાં તેને હેરાન કરવામાં આવી હતી અને છેડતી કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટનાનો વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘ગઈકાલે મુંબઈથી ગોવા ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે મને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયોમાં પુરુષો ગંદી વાતો કરી રહ્યા હતા, છેડતી કરી રહ્યા હતા અને મારું નામ ખોટી રીતે બોલાવી રહ્યા હતા. જ્યારે મેં તેમનો સામનો કર્યો, ત્યારે તેમાંથી એકે કહ્યું, તેના મિત્રો નશામાં હતા. દારૂના નશામાં હોવું એ સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરવા માટે કોઈ બહાનું નથી. હું પબ્લિક ફેસ છું. હું પબ્લિક પ્રોપર્ટી નથી.’

આ સમાચાર પણ વાંચો : The Kashmir files unreported  : ‘ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ’ નું ટ્રેલર થયું રિલીઝ, કાશ્મીરી પંડિતોએ પોતે જ વ્યક્ત કરી પોતાની પીડા,સત્ય ઘટના તમને રડાવી દેશે

ઉર્ફી જાવેદ નું બોલિવૂડ ડેબ્યુ

ઉર્ફી જાવેદ ‘બડે ભૈયા કી દુલ્હનિયા’, ‘મેરી દુર્ગા’, ‘બેપન્ના’ અને ‘પંચ બીટ સીઝન 2’ જેવા શોમાં કામ કરવા માટે જાણીતી છે. તે કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ‘બિગ બોસ ઓટીટી’ની પ્રથમ સીઝનમાં પણ જોવા મળી હતી. જો ઘણા મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ઉર્ફી જાવેદ એકતા કપૂરની ‘લવ સેક્સ ઔર ધોખા 2’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.