News Continuous Bureau | Mumbai
Urfi javed: ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેના બોલ્ડ આઉટફિટ્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્ફીના બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. અત્યાર સુધી ઉર્ફીએ કાચ, પેપર, સીમકાર્ડ જેવી વસ્તુઓમાંથી પોતાના માટે ડ્રેસ બનાવીને લોકોને ચોંકાવી દીધા છે. તે ક્યારે અને શું પહેરશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. આ દરમિયાન ફરી એકવાર ઉર્ફીએ એક નવો વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઉર્ફી નો વિડીયો
ઉર્ફીએ તેનો નવો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફીએ તેના શરીરને ઢાંકવા માટે કીબોર્ડનો ઉપયોગ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી ટોપલેસ છે અને તેની આગળ કીબોર્ડ લટકતું જોવા છે. ઉર્ફીએ કીબોર્ડનો ઉપયોગ બ્રેલેટ તરીકે કર્યો છે. માત્ર એટલુંજ નહીં ઉર્ફી એ કીબોર્ડ માંથી બટન કાઢી ને તેને તેના પેન્ટ પર ચોંટાડીને ડિઝાઇન આપી છે. એક્ટ્રેસનો લુક જોઈને લોકો ચોંકી ગયા હતા.
View this post on Instagram
ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને અત્યાર સુધીમાં ઘણા વ્યૂઝ મળ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક યુઝરે કહ્યું, ‘પીકેની બહેન’. એક વ્યક્તિએ ઉર્ફીને ટ્રોલ કરીને લખ્યું, ‘અરે ભાઈ, કૃપા કરીને તેને પાગલખાના માં દાખલ કરો.’
આ સમાચાર પણ વાંચોઃ Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના નવા પ્રોમો માં જોવા મળી અક્ષરા-અભિનવની દીકરીની ઝલક, આવી હશે લીપ બાદ સિરિયલ ની વાર્તા