ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 નવેમ્બર, 2021
સોમવાર
દેશમાં કોરોનાની સ્થિતિ હળવી બની રહી છે અને કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે ત્યારે બોલીવૂડ સ્ટાર અને રાજકારણમાં સક્રિય ઉર્મિલા માંતોડકર કોરોનાથી સંક્રમિત થઈ છે.
આ જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.
ઉર્મિલાએ કહ્યુ કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે મારી તબિયત સારી છે અને હું ઘરમાં જ આઈસોલેટ થઈ છું.
મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટે હું વિનંતી કરુ છું.દિવાળીમાં લોકો પોતાનુ ધ્યાન રાખે તે જરુરી છે.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી ઉર્મિલા હાલમાં ફિલ્મી દુનિયાથી દૂર છે, તે રાજકારણમાં વધુ સક્રિય છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે વિચારો શેર કરતી રહે છે.
