News Continuous Bureau | Mumbai
અભિનેત્રી ઉર્વશી ધોળકિયા કાર અકસ્માતનો શિકાર બની છે. જોકે, તેને વધારે ઈજા થઈ નથી અને તે સુરક્ષિત છે. ઉર્વશી ધોળકિયા તેની કારમાં શૂટિંગ માટે જઈ રહી હતી ત્યારે પાછળથી એક સ્કૂલ બસ તેની કાર સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ઉર્વશી ધોળકિયા અને તેનો સ્ટાફ નો આબાદ બચાવ થયો હતો. તે જ સમયે, ઉર્વશી ધોળકિયા દ્વારા સ્કૂલ બસના ડ્રાઈવર વિરુદ્ધ કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. બીજી તરફ અકસ્માત ના સમાચાર સાંભળીને ઉર્વશી ના ચાહકો ચિંતાતુર બની ગયા હતા.
ઉર્વશી ધોળકિયા એ નથી નોંધાવી ફરિયાદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્વશી ધોળકિયા મીરા રોડ પરના ફિલ્મ સ્ટુડિયોમાં પોતાની કારમાં શૂટિંગ માટે જઈ રહી હતી. આ દરમિયાન કાશીમીરા માં બાળકોને લઈ જઈ રહેલી સ્કૂલ બસે ઉર્વશી ધોળકિયા ની કારને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ઉર્વશી ધોળકિયા અને તેનો સ્ટાફ બચી ગયો હતો. ડોક્ટરે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. તે જ સમયે ઉર્વશી ધોળકિયા એ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી નથી કારણ કે તે સ્કૂલ બસ હતી. તેઓ કહે છે કે તે માત્ર એક અકસ્માત હતો.
ઉર્વશી ધોળકિયા નું પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ
ઉર્વશી ધોળકિયા ની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાની ભૂમિકા ભજવીને ઘણા લોકોને આકર્ષ્યા છે. તેણે ‘નાગિન 6’ સહિત ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. ઉર્વશી ધોળકિયા ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ ની સિઝન 6 ની વિનર પણ રહી ચૂકી છે. જો આપણે ઉર્વશી ધોળિકિયા ના અંગત જીવન પર નજર કરીએ તો, તેણે ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને તે બે બાળકોની માતા બની હતી. જો કે, ઉર્વશી ધોળકિયા ના તેના પતિ સાથેના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેમના છૂટાછેડા થઈ ગયા. 43 વર્ષીય અભિનેત્રી સિંગલ મધર છે અને બંને બાળકોનો ઉછેર કરી રહી છે.