News Continuous Bureau | Mumbai
Urvashi dholakia: નાગિન અને કસૌટી ઝિંદગી કી માં તેના પાત્ર માટે જાણીતી ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળાકિયા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઉર્વશી ના મોટા દીકરા ક્ષિતિજ ધોળકિયા એ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જેમાં અભિનેત્રી ઉર્વશી હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. તેમજ ક્ષિતિજે તેની માતા વિશે હેલ્થ અપડેટ પણ આપ્યું છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઇ રહી છે અને ચાહકો ઉર્વશી ના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ઉર્વશી ધોળકિયા ની થઇ સર્જરી
ઉર્વશી ના મોટા દીકરા ક્ષિતિજ ધોળકિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઉર્વશી ધોળકિયા એક ફોટો શેર કર્યો છે જેમાં તે હોસ્પિટલ ના બેડ પર જોવા મળી રહી છે આ ફોટા સાથે ક્ષિતિજે જણાવ્યું કે, તેની માતા ઉર્વશી ધોળકિયા ને ગરદનમાં ગાંઠની જાણ થતાં તેણે મુંબઈની નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. ક્ષિતિજે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ શેર કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઉર્વશી ધોળકિયાએ કહ્યું, ‘મને ડિસેમ્બર 2023ની શરૂઆતમાં ખબર પડી કે મારી ગરદનમાં ટ્યુમર છે, જે બાદ મારે સર્જરી કરાવવી પડી. મારી સર્જરી સફળ રહી છે અને હવે ડોક્ટરે મને 15 થી 20 દિવસ આરામ કરવાની સલાહ આપી છે.’
આ સમાચાર પણ વાંચો : Orry: પલક ની પ્રાઇવેટ ચેટ લીક પર ઓરી એ તોડ્યું મૌન, જણાવી ચેટ પાછળની હકીકત