ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
મંગળવાર
બૉલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. ઉર્વશી રૌતેલા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ ઍક્ટિવ જોવા મળે છે. તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

તાજેતરમાં ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર કેટલીક કથક ડાન્સ કરતી તસવીરો અને વીડિયોઝ શૅર કર્યાં છે, એમાં તે ખૂબ આકર્ષક લાગી રહી છે, પરંતુ ખાસ વાત એ છે કે આ તસવીરોમાં તેની એ પ્રતિભા જોવા મળી હતી જે આજ સુધી છુપાયેલી હતી. આ વીડિયોમાં ઉર્વશી કથક કરતી જોવા મળી રહી છે. તે પણ સંપૂર્ણ ધગશ સાથે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલાએ બૉલિવુડમાં ‘સિંહ સાહબ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતુ. તેણે બૉલિવુડની ‘હૅટ સ્ટોરી 4’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘સનમ રે’, ‘ભાગ જૉની’ અને ‘પાગલપંતી’ જેવી ઘણી ફિલ્મો કરી છે.

ફિલ્મો સાથે ઉર્વશીના આઇટમ નંબર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં જ ઉર્વશી પંજાબના પ્રખ્યાત સિંગર ગુરુ રંધાવા સાથે મ્યુઝિક આલબમ 'ડૂબ ગયે'માં જોવા મળી હતી. આ ગીત ચાહકોને ખૂબ ગમ્યું હતું.