Site icon

Cannes 2025: જાણો કેમ ફાટેલો ડ્રેસ પહેરી કાન્સ માં પહોંચી ઉર્વશી રૌતેલા, અભિનેત્રી એ કર્યો ખુલાસો

Cannes 2025: ઉર્વશી રૌતેલા કાન્સ માં ફાટેલો ડ્રેસ પહેરી ને પહોંચી હતી હવે આ ડ્રેસ કેમ ફાટ્યો તે અંગે ઉર્વશી એ ખુલાસો કર્યો છે.

Urvashi Rautela reacts to torn dress at Cannes 2025

Urvashi Rautela reacts to torn dress at Cannes 2025

News Continuous Bureau | Mumbai

Cannes 2025: ઉર્વશી રૌતેલા હંમેશા પોતાના ગ્લેમરસ લુક માટે જાણીતી છે, પરંતુ કાન્સ 2025માં તેનો એક લુક ચર્ચાનો વિષય બની ગયો જ્યારે લોકોના ધ્યાનમાં આવ્યું કે તેનો આઉટફિટ એક બાજુથી ફાટી ગયો હતો. સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી, પરંતુ ઉર્વશીએ આ ઘટનાને લઈને પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: કાન્સ માં હાજરી આપવા ફ્રાન્સ પહોંચી જાહ્નવી કપૂર, અભિનેત્રી ને સપોર્ટ કરવા આવ્યા નજીક ના આ બે લોકો

ડ્રેસ ફાટવાનું કારણ 

એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં ઉર્વશીએ જણાવ્યું કે જ્યારે તે ઇવેન્ટ માટે જઈ રહી હતી ત્યારે તેની કાર સામે એક 70 વર્ષની મહિલા આવી ગઈ હતી. ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક લગાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. આ દરમિયાન ઉર્વશી નો ગાઉન ફાટી ગયો. ઉર્વશીએ કહ્યું કે તેને આ વાતનું દુઃખ નથી, કારણ કે એક જીવ બચાવવો વધુ મહત્વનો હતો.


ઉર્વશીએ કહ્યું કે, “હું આ ઘટનાને ફાટી ગયેલી ડ્રેસ તરીકે નહીં, પણ એક હૃદયસ્પર્શી ક્ષણ તરીકે યાદ રાખીશ. હું કોઈ વિક્ટિમ નથી, હું  ક્વીન છું જેણે મુશ્કેલીમાં પણ પોતાને ગૌરવપૂર્વક રજૂ કર્યું.” તેના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પણ ઘણો સપોર્ટ મળ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version