News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood Actress) ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) તેની ફિલ્મો કરતાં વધુ તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉર્વશી ન તો ફિલ્મને લઈને ચર્ચામાં છે અને ન તો તેની સુંદરતાને લઈને. હાલમાં, અભિનેત્રી ભારતીય ક્રિકેટર ઋષભ પંત(Indian cricketer Rishabh Pant)ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
વાસ્તવમાં, થોડા દિવસ પહેલા ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં ઋષભ પંત વિશે કંઈક એવું કહ્યું હતું જે ક્રિકેટરને પસંદ આવ્યું નહોતું, ત્યારબાદ રિષભ પંતે ઉર્વશીને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ પછી ઉર્વશીએ ઋષભ પંતને છોટુ ભૈયા કહીને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. બંનેની આ લડાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. પરંતુ હવે એશિયા કપ 2022 પૂરા થયા બાદ ઉર્વશીનો સ્વર થોડો બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તમને એ વાંચીને નવાઈ લાગશે કે ઉર્વશીએ ઋષભ પંતની માફી માંગી છે, તે પણ હાથ જોડીને. હા તમે બિલકુલ સાચું વાંચ્યું.
આ સમાચાર પણ વાંચો : શહેનાઝ ગિલ છે કરોડોની માલકીન- એક ઇન્સ્ટા પોસ્ટ માટે કરે છે અધધ એટલો ચાર્જ-જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે
ઉર્વશીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સીધી વાત નો બકવાસના મૂડમાં જોવા મળી રહી છે. વીડિયોમાં એક રિપોર્ટર ઉર્વશીને પૂછે છે કે, ‘આરપી માટે કોઈ મેસેજ છે તમારો, તમે થોડું ફેરવી રહ્યા છો, હું તમને સીધી વાત પૂછું છું. ત્યારે ઉર્વશીએ કહ્યું કે સીધી બાત નો બકવાસ એટલા માટે હું કોઈ બકવાસ નથી કરી રહી. હું શું કહેવા માંગીશ.. કંઇ નહીં સોરી, આઈ એમ સોરી.’ આ દરમિયાન તેણે હાથ પણ જોડ્યા. હવે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ કે વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે લોકો વીડિયો પર કોમેન્ટ કરીને ઉર્વશીની મજાક ઉડાવી રહ્યા છે.