News Continuous Bureau | Mumbai
UT 69 trailer:રાજ કુન્દ્રાની આગામી ફિલ્મ ‘UT 69’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ માં એ બતાવવામાં આવશે કે કેવી રીતે રાજ કુન્દ્રા એ જેલ માં 64 દિવસ વિતાવ્યા તેની સાથે જેલ માં કેવો વ્યવહાર થતો હતો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2021 માં પોરનોગ્રાફી કેસ માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ બે મહિના જેલમાં પસાર કરવા પડ્યા હતા.
ફિલ્મ ‘UT 69’ નું ટ્રેલર
ટ્રેલરની શરૂઆત ટીવી પર એ સમાચારથી થાય છે કે પોર્નોગ્રાફી કેસ માં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પછી તેને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવે છે. જ્યારે તે જેલમાં પ્રવેશે છે ત્યારે પોલીસ તેની બેગ તપાસે છે. આ દરમિયાન પોલીસ તેને તેના તમામ કપડા કાઢી નાખવાનું કહે છે. જેલમાં, તે કેદીઓનો સામનો કરે છે જેઓ તેને પૂછે છે કે શું તેને ‘બિગ બોસ’માં ભાગ લીધો હતો. બે કેદીઓ વાત કરતા તેને ‘પોર્ન કિંગ’ કહે છે. તો કેટલાક કેદીઓ ટીવી પર શિલ્પા શેટ્ટીનો શો જોઈ રહ્યા છે અને તેમની સામે અભિનેત્રીને ‘કડક માલ’ કહીને બોલાવે છે.
ફિલ્મ ‘UT 69’ થી એક્ટિંગ માં ડેબ્યુ કરી રહ્યો છે રાજ કુન્દ્રા
શિલ્પા શેટ્ટી નો પતિ રાજ કુન્દ્રા ફિલ્મ ‘UT 69’થી એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં આર્થર રોડ જેલમાં વિતાવેલા રાજ ના દિવસો દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ નું નિર્દેશન શાહનવાઝ અલીએ કર્યું છે. રાજની આ ફિલ્મ 3 નવેમ્બરે રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : TMKOC Disha vakani: નવરાત્રી ના ખાસ અવસર પર પરિવાર સાથે જોવા મળી તારક મહેતા ની દયા ભાભી,ચણીયા ચોળી માં સજ્જ દિશા વાકાણી એ લીધી ગરબા પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો