Site icon

વૈભવી ઉપાધ્યાયની કારે નહોતું ગુમાવ્યું બેલેન્સ, અભિનેત્રી ની મિત્ર એ જણાવ્યું કેવી રીતે થયો હતો એક્સીડેન્ટ

ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન થયું છે. એવા ઘણા અહેવાલો હતા કે વૈભવીનું મૃત્યુ ઝડપભેર ચાલતી કાર પરનો કાબૂ ગુમાવવાથી થયું હતું. જો કે હવે તેની એક મિત્રે જણાવ્યું કે અકસ્માત કેવી રીતે થયો

vaibhavi upadhyaya friend told how she died a truck hit her car and they fell in to a valley

વૈભવી ઉપાધ્યાયની કારે નહોતું ગુમાવ્યું બેલેન્સ, અભિનેત્રી ની મિત્ર એ જણાવ્યું કેવી રીતે થયો હતો એક્સીડેન્ટ

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મૃત્યુ પર તેના મિત્રો વિશ્વાસ કરી શકતા નથી. ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકનો માહોલ છે. મંગળવારે માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. વૈભવીના લગ્ન થવાના હતા. તે રોડ ટ્રીપ માટે હિમાચલમાં હતી. સાથે તેનો ભાવિ પતિ જય ગાંધી પણ ત્યાં હતો. સદનસીબે જય આ ઘટનામાં બચી ગયો હતો. અભિનેત્રી આકાંક્ષા રાવત વૈભવી ની 16 વર્ષ થી મિત્ર છે. તેણે જણાવ્યું કે તેની મિત્ર સાથે અકસ્માત કેવી રીતે થયો.

Join Our WhatsApp Community

 

વૈભવી ની મિત્ર આકાંશા એ જણાવી હકીકત 

આકાંક્ષા તેના સૌથી નજીકના મિત્રના નિધનના સમાચારથી આઘાતમાં છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, તેની કારનું સંતુલન બગડ્યું ન હતું પરંતુ ટ્રકે તેને ટક્કર મારી હતી અને તેની કાર ખાડી માં પડી હતી. કેટલાક અહેવાલો છે કે તેની કાર વધુ સ્પીડમાં હતી અને તેણે સંતુલન ગુમાવ્યું હતું, પરંતુ આ સાચું નથી. વળાંક લેતી  વખતે એક ટ્રકે કારને ટક્કર મારી હતી. જેના કારણે કાર ખાડી માં પડી હતી. આ અંગે મને તેના ભાઈ અંકિત પાસેથી જાણ થઈ હતી. આકાંક્ષાએ જણાવ્યું કે મેં વૈભવી ને થોડા દિવસો પહેલા મેસેજ કર્યો હતો. ત્યારબાદ તે રોડ ટ્રીપ પર જઈ રહી હતી. મેં તેણીને તેના લગ્નની યોજનાઓ વિશે પૂછ્યું કારણ કે તેણીની તાજેતરમાં સગાઈ થઈ હતી. જય અને તેની સગાઈ 14મી ફેબ્રુઆરીએ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો: મનોરંજન ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર, સારાભાઈ Vs સારાભાઈ 2 ની આ અભિનેત્રી નું 32 વર્ષ ની વયે થયું નિધન, રૂપાલી ગાંગુલી એ વ્યક્ત કર્યો શોક

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી
Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Aishwarya Rai Bachchan birthday: મિસ વર્લ્ડથી લઈને સુપરહિટ ફિલ્મો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી, જાણો એશ્વર્યા રાય બચ્ચન ની સફર
Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી
Exit mobile version