News Continuous Bureau | Mumbai
ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે ઈન્દોર પોલીસે (Indore police)રવિવારે તેના પાડોશી રાહુલ અને તેની પત્ની દિશા નવલાનીની ધરપકડ(arrest) કરી હતી. વૈશાલીની સુસાઈડ નોટના (suicide note)આધારે બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દંપતી વિરુદ્ધ કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુસાઈડ નોટમાં અભિનેત્રીએ તેના પાડોશી અને તેની પત્ની પર માનસિક ત્રાસનો(mental harassment) આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન પતિ-પત્ની બંને ઘરે હાજર હતા.
અભિનેત્રીએ પાડોશી રાહુલ પર છેલ્લા અઢી વર્ષથી માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે સુસાઈડ નોટમાં તેણે તેના માતા-પિતાને (parents)આરોપી રાહુલને સજા કરવાની અપીલ કરી છે. વૈશાલીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે મારી આત્મહત્યા બાદ રાહુલને સજા થવી જ જોઈએ, મમ્મી-પાપા આઈ લવ યુ અને નોટના અંતે ‘આઈ કવીટ’ લખ્યું છે. હાલ પોલીસે સુસાઈડ નોટ(suicide note) કબજે કરી હેન્ડરાઈટીંગ એક્સપર્ટને મોકલી આપી છે. પાડોશીની ધરપકડ કરતા પહેલા પોલીસે સુસાઈડ નોટના આધારે કહ્યું હતું કે અભિનેત્રીનો પૂર્વ બોયફ્રેન્ડ(boyfriend) તેને હેરાન કરતો હતો. પોલીસે વૈશાલીને હેરાન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : સલમાન ખાન અને શાહરૂખ ખાન પર બાબા રામદેવે કર્યા આકરા પ્રહાર-બોલિવૂડ સ્ટાર્સ પર લગાવ્યો આ આરોપ
વૈશાલીએ સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે ‘રાહુલે મિત્રતામાં મારી સાથે દગો કર્યો હતો. તેણે છેતરપિંડી કરીને મારા ફોટા લીધા અને પછી આ ફોટો-વિડિયો મારા એનઆરઆઈ મંગેતરને(NRI fiyanse) મોકલ્યા, જેના કારણે મારી સગાઈ તૂટી ગઈ.’ તમને જણાવી દઈએ કે, વૈશાલી ઠક્કર ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીમાં રહેતી હતી. રવિવારે અભિનેત્રીએ ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા (suicide)કરી લીધી હતી. વૈશાલીએ સ્ટાર પ્લસની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે દિવંગત અભિનેતા સુશાંત સિંહની ખૂબ સારી મિત્ર હતી.