Site icon

કાવ્યા અને અનુપમા છોડીને ટીવી ની આ સુંદર અભિનેત્રી સાથે જોવા મળ્યો વનરાજ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021      

Join Our WhatsApp Community

શુક્રવાર

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્માએ તેમના લવ ટ્રાયેન્ગલ ટીવી શો 'અનુપમા' દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. આ શોમાં આપણે સુધાંશુ પાંડેને વનરાજની ભૂમિકામાં જોઈ રહ્યા છીએ, જે ક્યારેક તેની પૂર્વ પત્ની અનુપમાના પ્રેમમાં છે તો ક્યારેક તેની લેડી લવ કાવ્યાના પ્રેમમાં છે. પરંતુ હવે વનરાજ આ બંનેને છોડીને ટીવી જગતની સુંદર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સાથે જોવા મળી રહ્યો છે.

વાસ્તવમાં, ભૂતકાળમાં એવા સમાચાર હતા કે વનરાજ એટલે કે સુધાંશુ પાંડે અનુપમા શો છોડવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ અમે તમને કહ્યું હતું કે તે એક વેબસિરીઝનું શૂટિંગ કરવા જઈ રહ્યો છે, તેથી થોડા દિવસો સુધી તે અનુપમામાં જોવા નહિ મળે. જે તસવીરો સામે આવી છે તેનાથી સ્પષ્ટ છે કે સુધાંશુ પાંડેએ દિવ્યાંકા ત્રિપાઠી સાથે શૂટિંગ શરૂ કરી દીધું છે. સુધાંશુ પાંડે અને દિવ્યાંકા ત્રિપાઠી સાથે નિર્માતા રાજન સાહી અને જેડી મજેઠિયા પણ જોવા મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ તસવીરો શૂટની નથી પરંતુ તે મીટિંગની છે જેમાં આ તમામે હાજરી આપી હતી. વાસ્તવમાં, સુધાંશુ પાંડેએ ટીવી કલાકારો માટે નેશનલ એવોર્ડની માંગણી કરી છે. જેના કારણે ગત રાત્રે આ બેઠક રાખવામાં આવી હતી. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

અનુપમાના જીવનમાં હાઈવોલ્ટેજ ડ્રામા, અનુ અને અનુજની ‘લવસ્ટોરી’ સાથે શુરુ થશે, કાવ્યા-વનરાજની 'હેટ સ્ટોરી' ; જાણો સિરિયલ ના આગલા એપિસોડ વિશે

આ દરમિયાન જો ટીવી શોની વાત કરીએ તો વનરાજ શાહ 'અનુપમા'માં ઘણા બદલાવ સાથે જોવા મળે છે. કાવ્યા દ્વારા છેતરાયા બાદ તે હવે અનુપમા તરફ ઝૂકતો જોવા મળે છે. તેણે હવે પોતાને મોટા બિઝનેસમેન બનવાનું વચન આપ્યું છે.

 

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version