News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર વરુણ ધવન આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વરુણ ધવને તેની કારકિર્દીના એક દાયકામાં 15 થી વધુ ફિલ્મો કરી છે. 2012માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી કરિયરની શરૂઆત કરનાર વરુણ ધવને અત્યાર સુધી કેટલીક ફિલ્મોમાં પોતાની એક્ટિંગની કૌશલ્ય સાબિત કરી છે. તેની અત્યાર સુધીની કારકિર્દીમાં વરુણે એક પછી એક હિટ ફિલ્મો આપી છે. આજે વરુણના જન્મદિવસના ખાસ અવસર પર અમે તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે.
રેસલર બનવા માંગતો હતો વરુણ
મુંબઈ ના સ્કોટિશ માંથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી, વરુણ ધવન કોલેજનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયો. વરુણ ધવને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. આ પછી એવું નથી કે અભિનેતા પોતાના પગ પર ઉભા રહેવા નહોતો માંગતો. તેણે આમ કર્યું હતું. જો અહેવાલોનું માનીએ તો, અભિનેતાએ અભ્યાસ પૂરો કર્યા પછી નાઈટ ક્લબમાં પત્રિકા વિતરક તરીકે કામ કર્યું હતું. એટલે કે તે પોતાની નાઈટ ક્લબના પેમ્ફલેટ શેરીઓમાં અને ઘરોમાં વેચતો હતો.વરુણને બાળપણમાં કુસ્તીનો શોખ હતો અને તે માત્ર કુસ્તીબાજ(રેસલર) બનવા માંગતો હતો, પરંતુ વરુણ ધવનના પિતા ડેવિડ ધવનને બોલિવૂડના સૌથી મોટા નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતાની જેમ વરુણ ધવને પણ કલાનો માર્ગ અપનાવ્યો અને 2012માં પોતાના કરિયરની શરૂઆત કરી. જોકે વરુણ પ્રથમ વખત ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરમાં અભિનેતા તરીકે જોવા મળ્યો હતો, પરંતુ હકીકતમાં તેની પ્રથમ ફિલ્મ માય નેમ ઈઝ ખાન હતી જેમાં તેણે કરણ જોહર સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.
વરુણ ધવને કર્યા તેની સ્કૂલ ની મિત્ર નતાશા સાથે લગ્ન
વરુણ ધવને 24 જાન્યુઆરી 2021ના રોજ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. વરુણ લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી નતાશાને ડેટ કરતો હતો. બાય ધ વે, વરુણ અને નતાશા એક જ સ્કૂલમાં ભણતા હતા અને જ્યારે વરુણ 11મા કે 12મા ધોરણમાં હતો ત્યારે તેને પહેલીવાર અહેસાસ થયો હતો કે તે કદાચ નતાશાના પ્રેમમાં છે. આવી સ્થિતિમાં જ્યારે વરુણે નતાશા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તો નતાશાએ તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. પરંતુ વરુણ હિંમત ન હાર્યો અને અંતે નતાશાએ તેનો પ્રેમ સ્વીકારી લીધો અને આજે બંને એક સાથે હેપ્પી મેરિડ કપલ છે.