Varun Dhawan Metro Controversy: વરુણ ધવનની શિસ્તભંગની હરકત પર મુંબઈ મેટ્રો ની લાલ આંખ! વીડિયો વાયરલ થતા જ કાયદાનું ભાન કરાવ્યું; જાણો શું છે આખો વિવાદ

Varun Dhawan Metro Controversy: બોર્ડર 2’ ના પ્રમોશન દરમિયાન વરુણે તોડ્યા મેટ્રોના નિયમો; મેટ્રો ઓથોરિટીએ વીડિયો શેર કરી કહ્યું- આ ફિલ્મી સ્ટંટ નથી, જવાબદારીપૂર્વક મુસાફરી કરો

by Zalak Parikh
Varun Dhawan warned by Maha Mumbai Metro for hanging on grab handles

News Continuous Bureau | Mumbai

Varun Dhawan Metro Controversy:  વરુણ ધવને તાજેતરમાં પોતાની ફિલ્મ ‘બોર્ડર 2’ ના પ્રમોશન માટે મુંબઈ મેટ્રોમાં સફર કરી હતી. આ દરમિયાન તેણે મેટ્રોમાં ઉભા રહેવા માટેના ગ્રેબ હેન્ડલ્સ (Grab Handles) પર લટકીને સ્ટંટ જેવી હરકત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ‘મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ’ એ આકરી પ્રતિક્રિયા આપી છે. મેટ્રો ઓથોરિટીએ એક્સ (X) પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, “આ કોઈ ફિલ્મ નથી કે જેમાં ડિસ્ક્લેમર હોય. આ હેન્ડલ્સ લટકવા માટે નથી, પકડવા માટે છે.”

આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન

“આ એક દંડપાત્ર અપરાધ છે” – મેટ્રોની ચેતવણી

મેટ્રો ઓથોરિટીએ વરુણને ચેતવણી આપતા જણાવ્યું કે આ પ્રકારની હરકત મેટ્રો રેલ્વે (ઓપરેશન અને મેઈન્ટેનન્સ) એક્ટ, ૨૦૦૨ હેઠળ દંડપાત્ર ગુનો છે.પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું અથવા મુસાફરો માટે જોખમ ઊભું કરવા બદલ ભારે દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે લોકો માટે તમે રોલ મોડલ છો, તેથી જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. “હેંગઆઉટ કરો, પણ અંદર લટકશો નહીં,” તેવો કટાક્ષ પણ કરવામાં આવ્યો છે.


વરુણ ધવનનો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો તેને વરુણનો રમતિયાળ સ્વભાવ ગણાવી રહ્યા છે, જ્યારે અનેક લોકો મેટ્રો ઓથોરિટીના કડક વલણને સમર્થન આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટીઝે સાર્વજનિક સ્થળોએ શિસ્ત જાળવવી જોઈએ જેથી સામાન્ય લોકો પણ તેનું પાલન કરે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More