Site icon News Continuous Bureau | Mumbai

Vash Level-2: બોક્સ ઓફિસ પર છવાઈ ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2, માત્ર 6 જ દિવસ માં કરી આટલી કમાણી

Vash Level-2: કૃષ્ણદેવ યાગનિકના દિગ્દર્શનમાં બનેલી ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2 ફિલ્મે 8 કરોડના બજેટ સામે 7.59 કરોડની કમાણી કરી

‘Vash Level-2’ Recovers Budget in Just 6 Days, Sequel to Original ‘Shaitaan’

‘Vash Level-2’ Recovers Budget in Just 6 Days, Sequel to Original ‘Shaitaan’

News Continuous Bureau | Mumbai

Vash Level-2: ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ-2’ (Vash Level-2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ એ જ ‘વશ’ ની સીક્વલ છે જેના પરથી અજય દેવગન અને આર. માધવન ની હિન્દી ફિલ્મ ‘શૈતાન’   બની હતી. ‘વશ’નો પહેલો ભાગ માત્ર ગુજરાતી ભાષામાં રિલીઝ થયો હતો, જ્યારે ‘વશ લેવલ-2’ને હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યો છે. IMDb પર ફિલ્મને 8.1 રેટિંગ મળ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ahaan Panday: ‘સૈયારા’ ફેમ અહાન પાંડેએ તેના હિંદુ નામ અંગે કર્યો ખુલાસો, યશરાજ ફિલ્મ્સ સાથે છે ખાસ જોડાણ

6 દિવસમાં ખર્ચ કાઢી લીધો, હવે પ્રોફિટ ઝોનમાં

ફિલ્મ નું કુલ બજેટ 8 કરોડ રૂપિયા હતું અને માત્ર 6 દિવસમાં ફિલ્મે 7.59 કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે 1.30 કરોડ, બીજા અને ત્રીજા દિવસે 90 લાખ, ચોથા અને પાંચમા દિવસે 1.7 કરોડ અને 2.2 કરોડની કમાણી થઈ. છઠ્ઠા દિવસે કમાણી ઘટીને 59 લાખ રહી. હવે ફિલ્મ 7મા દિવસે પ્રોફિટ ઝોન  માં પ્રવેશી ગઈ છે.


ફિલ્મમાં કોઈ મોટી સ્ટાર કાસ્ટ નથી છતાં પણ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. ‘શૈતાન’માં અજય દેવગનએ જે પાત્ર માટે ઓરિજિનલ ‘વશ’માંથી એક્ટ્રેસ જાનકી બોડીવાલા ને પસંદ કરી હતી, તે જ અભિનેત્રી ‘વશ લેવલ-2’માં પણ મુખ્ય ભૂમિકામાં છે. તેઓએ પહેલા ભાગમાં પણ શાપિત છોકરીનું પાત્ર ભજવ્યું હતું.ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાગનિક છે, જેમણે અગાઉ પણ ‘વશ’ જેવી હિટ ફિલ્મ આપી છે. ‘વશ લેવલ-2’ની કહાની ‘શૈતાન’થી આગળ વધે છે અને દર્શકોને વધુ ગાઢ થ્રિલ અને હોરર અનુભવ આપે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અને દ્રશ્યોને ખૂબ પ્રશંસા મળી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version