Vash Level 2 Review: આ વખતે ડર નું સ્તર વધ્યું, જાણો કેવી છે જાનકી બોડીવાલા ની ફિલ્મ ‘વશ લેવલ 2’

Vash Level 2 Review: ‘વશ લેવલ 2’ રિલીઝ થઇ ગઈ છે. સ્કૂલની 100થી વધુ છોકરીઓના વશીકરણની કહાની, જ્વાલા પછી હવે આર્યાની ભયજનક સ્થિતિ

by Zalak Parikh
Vash Level 2 Review: Horror Intensifies, Every Scene Grips You to the Seat

News Continuous Bureau | Mumbai

Vash Level 2 Review: ‘શૈતાન’ ફિલ્મ યાદ છે? એ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેક હતી. હવે ‘વશ’ નો બીજો ભાગ ‘વશ  લેવલ 2’ આવી ગયો છે. ફિલ્મના નિર્માતાઓએ ‘શૈતાન’ની સફળતા જોઈને આ ફિલ્મને પણ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરી છે. ફિલ્મની શરૂઆત એક ગર્લ્સ સ્કૂલથી થાય છે જ્યાં 100થી વધુ છોકરીઓ લંચ કરતી વખતે અચાનક વશીકરણ ના ભયજનક ખેલમાં ફસાઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો :  Vicky Kaushal: ફેન્સ પાસે થી ગિફ્ટ લેતા પહેલા વિકી કૌશલે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ, જુઓ વિડીયો

અથર્વ અને આર્યાની કહાનીમાં નવા વળાંકો

અથર્વ (હીતૂ કનોડિયા) છેલ્લા 12 વર્ષથી પોતાની દીકરી આર્યાને વશીકરણમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે. તેણે આર્યાને આ હાલતમાં લાવનાર પ્રતિપ (હિતેન કુમાર)ને પોતાના ઘરમાં કેદ કર્યો છે. સ્કૂલમાં રાજનાથ (હિતેન કુમાર) નામનો વ્યક્તિ દેખાય છે, જે પ્રતિપનો ભાઈ છે અને હવે તેને પ્રતિપ જોઈએ છે. શું અથર્વ છોકરીઓને બચાવવા માટે પ્રતિપને છોડી દેશે?


ફિલ્મની લંબાઈ 2 કલાકથી ઓછી છે અને એક પણ દૃશ્ય બોરિંગ નથી. ‘વશ’માં જ્યાં એક પરિવારની કહાની હતી, ત્યાં ‘લેવલ 2’માં આખા સ્કૂલની છોકરીઓ મુશ્કેલીમાં છે. ફિલ્મના કેમેરા વર્ક અને બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ શાનદાર છે, જે 3D વગર પણ ભયનો અનુભવ કરાવે છે.જાનકી બોડીવાલા  ફરી એકવાર ઓછા સ્ક્રીન ટાઈમમાં પણ ગહન અભિનય કર્યો છે. હીતૂ કનોડિયા અને હિતેન કુમાર પણ પોતાના પાત્રમાં યોગ્ય છે. જો કે ફિલ્મનો અંત થોડો સરળ છે અને જે તીવ્રતા શરૂઆતમાં હોય છે, તે અંત સુધી રહેતી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More