Site icon News Continuous Bureau | Mumbai

Vashu Bhagnani Tips Music Lawsuit। વાશુ ભગનાનીના એક આકરા પગલાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ; ડેવિડ ધવન અને ટિપ્સ સામે કેમ માંડ્યો ૪૦૦ કરોડનો દાવો?

Vashu Bhagnani Tips Music Lawsuit। ‘બીવી નંબર ૧’ ના આઇકોનિક ગીતોની ચોરીનો ગંભીર આરોપ મંજૂરી વિના ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ ગીતોનો રીમેક વાપરતા પૂજા એન્ટરટેઇનમેન્ટ પહોંચ્યું બોમ્બે હાઇકોર્ટ, ટાઇટલ બદલવા પણ માંગ.

Vashu Bhagnani Tips Music Lawsuit। વાશુ ભગનાનીના એક આકરા પગલાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ; ડેવિડ ધવન અને ટિપ્સ સામે કેમ માંડ્યો  ૪૦૦ કરોડનો દાવો?

Vashu Bhagnani Tips Music Lawsuit। વાશુ ભગનાનીના એક આકરા પગલાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ; ડેવિડ ધવન અને ટિપ્સ સામે કેમ માંડ્યો ૪૦૦ કરોડનો દાવો?

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Vashu Bhagnani Tips Music Lawsuit। બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર વાશુ ભગનાની અને ફિલ્મમેકર ડેવિડ ધવન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પૂજા એન્ટરટેઇનમેન્ટ (ઇન્ડિયા) લિમિટેડના ફાઉન્ડર વાશુ ભગનાનીએ ટિપ્સ મ્યુઝિકના ચેરમેન રમેશ તૌરાની, કુમાર એસ. તૌરાની અને દિગ્ગજ ડાયરેક્ટર ડેવિડ ધવન વિરૂદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં ૪૦૦ કરોડનો માનહાનિ અને કોપીરાઇટનો મુકદ્દમો દાખલ કર્યો છે. આ હાઇપ્રોફાઇલ કાનૂની લડાઈનું સીધું કનેક્શન અભિનેતા વરુણ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ સાથે જોડાયેલું છે, જેમાં જૂના પ્રખ્યાત ગીતોનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ છે.

મંજૂરી વિના ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ ગીતોનો રીમેક બનાવવાનો પ્રોડ્યુસર પર આરોપ

વાશુ ભગનાનીની આ કાનૂની માંગ વરુણ ધવનની તાજેતરમાં ચર્ચામાં આવેલી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ના મ્યુઝિક પર આધારિત છે. વાશુ ભગનાનીનો આરોપ છે કે વર્ષ ૧૯૯૯ માં આવેલી તેમની સુપરહિટ ફિલ્મ ‘બીવી નંબર ૧’ ના અત્યંત લોકપ્રિય ગીતો ‘ચુનરી ચુનરી’ અને ‘ઇશ્ક સોના હૈ’ ને પૂજા એન્ટરટેઇનમેન્ટની લેખિત મંજૂરી વિના જ વરુણની નવી ફિલ્મમાં રીમેક તરીકે વાપરવામાં આવ્યા છે. આ મામલે વાશુ ભગનાનીએ કોર્ટના દ્વાર ખખડાવીને આ ગીતોના ઓડિયો અને વિઝ્યુઅલ રાઇટ્સ તાત્કાલિક રદ કરવાની અને ફિલ્મ પર વ્યાપક સ્ટે ઓર્ડર (પ્રતિબંધ) લાવવાની માંગ કરી છે.

ટિપ્સ મ્યુઝિક પાસે માત્ર ઓડિયો રાઇટ્સ હતા, ૨૦૧૮ માં વિઝ્યુઅલ રાઇટ્સની માંગણી ફગાવી દેવાઈ હતી

આ સંદર્ભે મીડિયા એજન્સી સાથે વાત કરતા વાશુ ભગનાનીના વકીલે જણાવ્યું કે, “અમે ટિપ્સ મ્યુઝિક કંપની અને ડેવિડ ધવન વિરૂદ્ધ ૪૦૦ કરોડનો દાવો માંડ્યો છે. ભૂતકાળમાં ટિપ્સ કંપની સાથે જે કરાર થયા હતા, તેમાં તેમને માત્ર ગીતોના ઓડિયો રાઇટ્સ (સાંભળવાના અધિકાર) જ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮ માં ટિપ્સ કંપનીએ અમને સત્તાવાર ઇમેઇલ કરીને આ ગીતોના વિઝ્યુઅલ રાઇટ્સ (વિડિયોમાં વાપરવાના અધિકાર) માંગ્યા હતા, પરંતુ વાશુ ભગનાની સાથેની તેમની એ વાતચીત કોઈ સકારાત્મક પરિણામ પર પહોંચી નહોતી. જો તેઓ ખરેખર કાયદેસરના માલિક હોય, તો તેમણે કોર્ટ સમક્ષ પોતાના દસ્તાવેજો રજૂ કરવા પડશે.”

ટાઇટલ બદલવાની માંગ સાથે વધારાના ૧૦૦ કરોડના વળતરનો દાવો

પૂજા એન્ટરટેઇનમેન્ટ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, પ્રોડક્શન હાઉસે કોર્ટ પાસે એવી પણ માંગણી કરી છે કે વરુણ ધવનની ફિલ્મની તમામ પ્રમોશનલ મટીરિયલ, યુટ્યુબ વીડિયો અને સોશિયલ મીડિયા પરથી આ બંને વિવાદિત ગીતોને તાત્કાલિક હટાવી દેવામાં આવે. આ સિવાય, તેઓ ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ના ટાઇટલને પણ બદલવાની જીદ પર અડ્યા છે. આ કાનૂની લડાઈમાં પૂજા એન્ટરટેઇનમેન્ટે ટિપ્સ અને ડેવિડ ધવન પર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) ના ગેરકાયદેસર અને અકાનૂની વપરાશનો આરોપ લગાવીને વધારાના ૧૦૦ કરોડના નુકસાનીના વળતરની પણ માંગ કરી છે, જેના કારણે આ કેસ કુલ ૫૦૦ કરોડ પર પહોંચી ગયો છે.

👉 આ સમાચાર વાચો:
Mulund SUV Road Accident। મુલુંડમાં સોસાયટીમાંથી બહાર નીકળતી પૂરપાટ કાર શાકભાજીની લારી પર ફરી વળી; મહિલા વિક્રેતા અને માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version